નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપુરના પીએમ લી સિયન લૂંગે ભારતના યૂનિફાઇડ પેમેન્ટ ઇંટરફેસ (UPI) અને સિંગાપુરના પેનાઉ વચ્ચે ક્રૉસ-બોર્ડર કનેક્ટિવિટીને લૉન્ચ કરી દીધી છે. બન્ને દેશના પીએમે વીડિયો કૉન્ફરન્સ દ્વારા તેને લૉન્ચ કરી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યુ, “આજે યૂપીઆઇ ભારતમાં સૌથી પસંદગીની ચુકવણી પ્રણાલી બની ગઇ છે.”
Advertisement
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે યૂનિફાઇડ પેમેન્ટ ઇંટરફેસ (UPI) અને સિંગાપુરની પે નાઉને એક બીજા સાથે જોડવી ભારત-સિંગાપુરના સબંધો માટે મહત્વનું છે.
A new milestone in India-Singapore relations as we link real-time digital payments systems. ?? ?? https://t.co/SubBSNyMO8
— Narendra Modi (@narendramodi) February 21, 2023
આ સર્વિસને લૉન્ચ કરતા પીએમ મોદીએ કહ્યુ કે UPI-PayNow લિંકેજ બન્ને દેશના નાગરિકો માટે ભેટ છે, જેની ઘણા દિવસથી રાહ જોવામાં આવતી હતી. હું તેની માટે ભારત અને સિંગાપુર બન્ને દેશને શુભકામના પાઠવવા માંગુ છું. અનેક જાણકારોનું એવુ અનુમાન છે કે ડિઝિટલ વૉલેટથી થતી લેવડ દેવડ જલ્દી કેસ લેવડદેવડને પાછળ છોડી દેશે.
Advertisement