નવી દિલ્હી: દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચે એક વ્યક્તિની હત્યા કેસમાં તેની પત્ની અને સોતેલા પુત્રની ધરપકડ કરી છે. પોલીસનો દાવો છે કે મહિલા અને તેના પુત્રએ અંજન દાસની હત્યા કરીને શબના ટુકડા કર્યા હતા અને ફ્રિઝમાં રાખ્યા હતા તે પછી અલગ-અલગ જગ્યાએ ફેકી દીધા હતા.
Advertisement
Advertisement
આ હત્યાકાંડની તુલના દિલ્હીના મહરૌલીમાં થયેલા શ્રદ્ધા હત્યાકાંડ સાથે કરવામાં આવી રહી છે. શ્રદ્ધાના લિવ-ઇન પાર્ટનર આફતાબે શ્રદ્ધાની હત્યા કરીને શબના 35 ટુકડા કર્યા હતા અને પછી અલગ અલગ જગ્યાએ ફેકી દીધા હતા. દિલ્હી પોલીસે મીડિયા સાથે વાત કરતા આ ઘટનાની વિસ્તૃત જાણકારી આપી છે.
દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અમિત ગોયલે જણાવ્યુ, “આ ઘટનાની શરૂઆતમાં પાંચ જૂને રામલીલા મેદાનમાં એક વ્યક્તિના શરીરના કેટલાક અંગ મળ્યા હતા. તે બાદ સતત ત્રણ દિવસ સુધી શરૂઆતમાં બે પગ, બે જાંઘ અને પછી એક બાજૂનો ભાગ મળ્યો હતો. ત્રણ-ચાર દિવસ સુધી શરીરના અંગ મેદાનમાં મળતા રહ્યા હતા. ત્યા એક ફરિયાદ પણ નોંધવામાં આવી છે. શરૂઆતમાં મૃતકની ઓળખ કરવી મુશ્કેલ હતી. મૃતકની ઓળખ માટે કેટલીક ટીમ કામ કરતી હતી અને અંતે નવી દિલ્હી રેન્જની અમારી ટીમને આ મામલે સફળતા મળી છે.”
A woman along with her son arrested by Crime Branch in Delhi’s Pandav Nagar for murdering her husband. They chopped off body in several pieces,kept in refrigerator & used to dispose of pieces in nearby ground: Delhi Police Crime Branch
(CCTV visuals confirmed by police) pic.twitter.com/QD3o5RwF8X
— ANI (@ANI) November 28, 2022
પોલીસ અનુસાર, આ ટીમે અલગ અલગ વીડિયોને જોતા ટેકનિકલ વિશ્લેષણ અનએ ઘરમાં જઇને પૃષ્ટી કરી હતી. શરૂઆતમાં તેમણે સફળતા મળી નહતી પરંતુ અંતે આ પરિણામ પર પહોચ્યા કે મૃતક અંજન દાસ હોઇ શકે છે. જ્યારે આ ટીમે અંજન દાસના ઘરે જઇને તપાસ કરી તો ખબર પડી કે તે પાંચ મહિનાથી ગુમ છે, તેમ છતા પોલીસ સ્ટેશનમાં મિસિંગ રિપોર્ટ દાખલ કરવામાં આવી નહતી, આ કારણે શક ઉભો થયો કારણ કે પરિવારજનોએ ગુમ થવાની ફરિયાદ નોંધાવી નહતી.
ડીસીપીએ જણાવ્યુ, તે બાદ અમે આ પરિણામ પર પહોચ્યા કે અંજન દાસની પત્ની પૂનમ અને પુત્ર દીપક આ મામલે આરોપી છે. કારણ કે સીસીટીવી ફૂટેજમાં માં-પુત્ર બન્ને જોવા મળી રહ્યા હતા, તે બાદ અમે જ્યારે પૂછપરછ કરી તો તેમણે પોતાનો ગુનો કબુલ કરી નાખ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત સાથે જોડાયા શ્રદ્ધાના હત્યારા આફતાબના તાર, સૂરતથી ફૈઝલ મોમિનની ધરપકડ
દિલ્હી પોલીસે પત્રકાર પરિષદમાં જણાવ્યુ કે, હત્યા દરમિયાન ઉપયોગ કરવામાં આવેલા કપડા મળ્યા છે. અમિત ગોયલે જણાવ્યુ, અમને તે કપડા મળ્યા છે જે સીસીટીવી ફૂટેજમાં દેખાતા સમયે પહેર્યા હતા. આ સાથે મૃતકનો ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે એમ પણ જણાવ્યુ કે મૃતક આ મહિલા સાથે 2011થી રહેતો હતો.
ગોયલે જણાવ્યુ, આ મહિલાની મૃતક સાથે 2017માં લગ્ન થયા હતા. આ પહેલા આ મહિલાના લગ્ન કલ્લૂ નામના યુવક સાથે થયા હતા જેનું 2016માં મોત થયુ હતુ. ધરપકડ કરવામાં આવેલ યુવક દીપક આ વ્યક્તિ કલ્લૂનો પુત્ર છે. દીપક પોતાના લગ્ન બાદથી અલગ રહેતો હતો.
પોલીસ અનુસાર, અંજન દાસના બિહારમાં પણ એક લગ્ન થઇ ચુક્યા હતા. આ વ્યક્તિએ પૂનમના ઘરેણા વેચીને પોતાના ઘરે પૈસા મોકલી દીધા હતા. તે પોતાના ખર્ચા માટે પૂનમ પર નિર્ભર હતો, આ ઝઘડાનું એક મોટુ કારણ હતુ અને પૂનમને એમ લાગતુ હતુ કે આ વ્યક્તિ દીપક અને તેની પત્ની પર પણ ખોટી નજર રાખે છે.
Advertisement