તેલંગણાના વારંગલ શહેરમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં 8 વર્ષના એક બાળકનું ચૉકલેટ ખાતા સમયે મોત નિપજ્યું છે. મળતી વિગતો અનુસાર, તેના પિતા આ ચૉકલેટ ઓસ્ટ્રેલિયાથી લાવ્યા હતા. આ ઘટનાની ચર્ચા માત્ર તેલંગણામાં જ નહીં આખા દેશમાં છે.
ઉલ્લેખનિય છે કે, 8 વર્ષનો સંદીપ સિંહ ચૉકલેટ ખાઈ રહ્યો હતો. આ દરમિયાન ચૉકલેટનો એક ટુકડો તેના ગળામાં ફસાઈ ગયો અને સંદીપ તડફળીયા મારવા લાગ્યો હતો. ઘણા પ્રયાસો છતાં ચૉકલેટનો ટુકડો ગળાથી નીચે પણ ન ઉતર્યો અને મ્હોમાંથી બહાર પણ ન આવ્યો. પુત્રની ખરાબ હાલત જોઈને પરિવાર ગભરાઈ ગયો હતો અને તુરંત તેને એમજીએમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.
Advertisement