શ્રીનગર: જમ્મુ કાશ્મીર પોલીસે હેમંત લોહિયાના કથિત હત્યારાની ધરપકડ કરી છે. પોલીસે યાસિરની કનાચક વિસ્તારમાં ખેતરમાંથી ધરપકડ કરી છે. આરોપી કનાચક વિસ્તારમાં ખેતરમાં જઇને સંતાઇ ગયો હતો. પોલીસે સવારથી જ જમ્મુ કાશ્મીર પોલીસ મહાનિર્દેશક (જેલ) હેમંત લોહિયાની હત્યાના આરોપી યાસિર વિશે કહ્યુ હતુ કે તે ડિપ્રેશનનો શિકાર છે. પોલીસે આ વાતના પુરાવા પણ જાહેર કર્યા હતા. યાસિર પોતાની ડાયરી લખતો હતો, જેને જોઇને સ્પષ્ટ લાગે છે કે તે માનસિક છે.
Advertisement
Advertisement
પોલીસે હેમંત લોહિયાના કથિત હત્યારાની તસવીર જાહેર કરી હતી. પોલીસે લોકોને અપીલ કરી હતી કે જો આ માણસ ક્યાય દેખાય તો તેની જાણકારી પોલીસને આપે. કેસની શરૂઆતની તપાસમાં ડીજીના ઘરમાં કામ કરનાર રામબનના યાસિરને પોલીસ આરોપી માની રહી હતી. તે ડીજીના ઘરમાં છેલ્લા 6 મહિનાથી કામ કરતો હતો.
શરૂઆતની તપાસમાં આતંકી કાર્યવાહીની વાત સામે નથી આવી પરંતુ પોલીસ આ સંભાવનાનો ઇનકાર પણ નથી કરતી. પોલીસે તે હથિયારને પણ જપ્ત કરી લીધો છે, જેનાથી હત્યા થઇ છે. પોલીસને કેટલાક એવા પુરાવા પણ મળ્યા છે જેનાથી ખબર પડે છે કે યાસિરની માનસિક હાલત ખરાબ છે.
આ પણ વાંચો: શું છે આતંકી સંગઠન PAFF, જેનું જમ્મુ કાશ્મીર જેલના ડીજી હેમંત લોહિયાની હત્યા સાથે કનેક્શન જોડાયુ
અમિત શાહ કાશ્મીરના પ્રવાસે
IPS અધિકારી હેમંત લોહિયાને બે મહિના પહેલા જમ્મુ-કાશ્મીરના જેલ વિભાગના નવા ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા હતા. તે શહેરની સીમમાં આવેલા ઉદયવાલામાં રહેતો હતો.
હેમંત લોહિયાની હત્યાથી પોલીસ પ્રશાસનના હોશ ઉડી ગયા છે.
Advertisement