મૉસ્કો: આ વર્ષે 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલુ રશિયા અને યૂક્રેન વચ્ચેનું યુદ્ધ (Russia Ukraine War) હજુ સુધી છે. આ વચ્ચે, વ્લાદિમીર પુતિને રશિયામાં 3 લાખ રિઝર્વ સૈનિકોને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. રશિયા યૂક્રેનના ડોનેત્સ્ક, લુહાંસ્ક, ખુરાસાન અને જાપોરિજ્જિયાને પોતાનો ભાગ બનાવવાનો પ્રયાસ કરી રહ્યુ છે. સાથે જ પુતિને આ વિસ્તારમાં મતદાન કરાવવાનો આદેશ આપ્યો છે.
Advertisement
Advertisement
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પશ્ચિમી દેશોને ફરી એક વખત ચેતવણી આપી છે. પુતિને કહ્યુ કે પશ્ચિમી દેશોએ સરહદની તમામ હદ પાર કરી નાખી છે. પશ્ચિમી દેશ રશિયાને નબળો કરવા અને નષ્ટ કરવાનું આહવાન કરી રહ્યા છે. રાષ્ટ્રના નામે સંબોધનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી હતી કે યૂક્રેનમાં યુદ્ધ (Russia Ukraine War)લગભગ સાત મહિના સુધી પહોચવા પર સૈન્યના આંશિક એકત્રીકરણને લઈને હુકમનામા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
પુતિને કહ્યુ કે આ નિર્ણય માતૃભૂમિ તેની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાની રક્ષા માટે લેવામાં આવ્યો હતો, તેને પશ્ચિમી દેશો દ્વારા એક વૃદ્ધિના રૂપમાં જોવામાં આવી રહ્યો હતો.
તુરંત નિર્ણય લેવો જરૂરી- પુતિન
પુતિને ભારપૂર્વક કહ્યું કે અમે આંશિક ગતિશીલતા વિશે વાત કરી રહ્યા છીએ. તેમજ પુતિને રશિયામાં 3 લાખ રિઝર્વ સૈનિકો તૌનાત કરવાનો આદેશ આપ્યો હતો. તે ભરતીને આધીન હશે અને સૌથી ઉપર જે સશસ્ત્ર દળોમાં સેવા આપી ચૂક્યા છે તેમની પાસે ચોક્કસ લશ્કરી વિશેષતા અને સબંધિત અનુભવ છે. પુતિને કહ્યુ કે આ પગલાની જરૂર હતી, કારણ કે રશિયન લોકોની સુરક્ષા માટે તાત્કાલિક નિર્ણયો જરૂરી હતા.
સાત મહિનાથી ચાલી રહ્યુ છે યુદ્ધ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે રશિયામાં આંશિક ગતિશીલતાની જાહેરાત કરી છે. યૂક્રેનમાં યુદ્ધ લગભગ સાત મહિનાથી ચાલી રહ્યુ છે. પુતિને રાષ્ટ્રના નામે સંબોધન પૂર્વી અને દક્ષિણી યૂક્રેનમાં રશિયન-નિયંત્રમ ક્ષેત્રો દ્વારા રશિયાના અભિન્ન અંગ બનવા પર વોટ આયોજિત કરવાની યોજનાના એક દિવસ પછી કર્યુ છે.
મહત્વપૂર્ણ છે કે યુદ્ધ (Russia Ukraine War) પહેલા જ જનમત સંગ્રહ થવાની આશા વ્યક્ત કરવામાં આવતી હતી. શુક્રવારે લુહાન્સ્ક, ખેરસૉન અને આંશિક રીતે રશિયાના નિયંત્રિત જાપોરિજ્જિયા અને ડોનેટ્સ્ક ક્ષેત્રોમાં શરૂ થશે. પુતિને કહ્યુ કે તેમણે આશિંક ગતિશીલતા પર એક ડિક્રી પર હસ્તાક્ષર કર્યા છે, જે બુધવારથી શરૂ થવાનું છે.
Advertisement