તહેરાન: ઇરાનમાં કડક ડ્રેસ કોડને લાગુ કરવા માટે જવાબદાર નૈતિકતા પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા બાદ 22 વર્ષીય મહસા અમિનીના મોતને લઇને દેશમાં વિરોધ થઇ રહ્યો છે.
Advertisement
Advertisement
શનિવારે યુવતીના અંતિમ સંસ્કાર સમયે પશ્ચિમી ઇરાનમાં મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને પોતાનો હિજાબ સળગાવી દીધો હતો. આટલુ જ નહી કેટલીક મહિલાઓએ પોતાના વાળ પણ કાપી નાખ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
કઇ રીતે થયુ મહસા અમિનીનું મોત?
અમિનીના પરિવારજનો અનુસાર, તે પશ્ચિમી પ્રાંત કુર્દિસ્તાનથી પાટનગર તહેરાન જઇ રહી હતી, ત્યારે નૈતિકતા પોલીસે તેને ઇરાનમાં મહિલાઓ માટે લાગૂ ડ્રેસ કોડને તોડવાના આરોપમાં અટકાયત કરી હતી.
પરિવારજનોએ દાવો કર્યો છે કે અમિનીને પોલીસ દ્વારા વેનમાં ઢોર માર મારવામાં આવ્યો હતો, તેને કારણે તે ઘાયલ થઇ ગઇ હતી. બાદમાં પોલીસ તેને હોસ્પિટલમાં લઇ ગઇ હતી જ્યા તે કોમામાં જતી રહી હતી અને પછી તેનું મોત થયુ હતુ.
Iranian women show their anger by cutting their hair and burning their hijab to protest against the killing of #Mahsa_Amini by hijab police.
From the age of 7 if we don’t cover our hair we won’t be able to go to school or get a job. We are fed up with this gender apartheid regime pic.twitter.com/nqNSYL8dUb— Masih Alinejad ?️ (@AlinejadMasih) September 18, 2022
અમિનીના મોતના વિરોધમાં મહિલાઓનું પ્રદર્શન
અમિનીના શનિવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા બાદથી તેના ગૃહ નગર સાકેજમાં ભેગી થયેલી મહિલાઓ સરકાર વિરૂદ્ધ વિરોધ કરી રહી છે અને દેશના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખોમેનેઇ માટે અત્યાચારીને મોત! જેવા નારા લગાવી રહી છે.
મહિલાઓના વધતા વિરોધને જોતા પોલીસે પણ કડકાઇ બતાવવાનું શરૂ કરી દીધુ છે. કેટલીક જગ્યાઓ પર સુરક્ષાકર્મીઓએ પ્રદર્શનકારીઓને અલગ કરવા માટે ટિયર ગેસ પણ છોડ્યો હતો.
મહિલાઓએ હિજાબ સળગાવી અને વાળ કાપીને વિરોધ કર્યો
વિરોધ પ્રદર્શન સિવાય કેટલીક મહિલાઓએ પોતાનો હિજાબ સળગાવી અને વાળ કાપીને વિરોધ વ્યક્ત કર્યો છે. ઇરાની પત્રકાર મસીહ અલીનેજાદે વીડિયો સાથે ટ્વીટ કર્યુ, “નૈતિકતા પોલીસ દ્વારા અમિનીની હત્યાના વિરોધમાં ઇરાની મહિલાઓએ વાળ કપી અને હિજાબ સળગાવીને ગુસ્સો બતાવ્યો છે. સાત વર્ષની ઉંમરથી જો અમે વાળને નહી ઢાંકીયે તો સ્કૂલ નહી જઇ શકીએ અને ના તો નોકરી મેળવી શકીશુ. અમે આ લૈગિક રંગભેદ વ્યવસ્થાથી કંટાળી ચુક્યા છીએ.”
મહિલાઓએ આપ્યો એકતાનો નારો
વકીલ સંઘના અધ્યક્ષ એંટોન સ્ટ્રુવેએ વીડિયો સાથે ટ્વીટ કર્યુ, કાલે ઇરાની સુરક્ષા દળોએ મહસા અમિનીની હત્યાનો વિરોધ કરવા આવેલી મહિલાઓ પર ટિયર ગેસના સેલ છોડ્યા પરંતુ તેમણે હાર ના માની અને ડરો મત, આપણે બધા એક છીએના નારા લગાવતા રસ્તા પર ચાલી હતી.
આ રીતે અન્ય લોકોએ પણ મહિલાઓના વાળ કાપવાના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા અમિનીના મોતના વિરોધ પ્રદર્શનનું સમર્થન કર્યુ છે.
અધિકારીઓએ આપ્યુ અમિનીના મોતની તપાસ કરવાનું નિવેદન
ઇરાની અધિકારીઓનું કહેવુ છે કે અમિનીના મોતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ પોસ્ટ મોર્ટમ કરનારી ટીમે ફોરેન્સિક પરીક્ષણના પરિણામ આવવામાં ત્રણ અઠવાડિયાનો સમય લાગવાની વાત કહી છે. ગૃહ મંત્રી અબ્દોલરેજા રહમાની ફાજલીએ મહિલાઓ સાથે મારપીટના સમાચારનું ખંડન કર્યુ છે. મહત્વપૂર્ણ છે કે ઇરાનમાં મહિલાઓને સાત વર્ષની ઉંમર બાદ હિજાબ પહેરવુ જરૂરી છે. તેના વગર તે ઘરની બહાર પણ નીકળી શકતી નથી.
Advertisement