નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5G સેવા લૉન્ચ કરી દીધી છે. આજથી દેશમાં એક નવા યુગની શરૂઆત થઇ ગઇ છે. નવી દિલ્હીમાં ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસ 2022ની શરૂઆત કરતા દેશમાં 5G સર્વિસ લૉન્ચ કરી હતી. 5G નેટવર્ક પર તમને સારી વૉઇસ ક્વોલિટી અને કનેક્ટિવીટ સાથે ઝડપી સ્પીડ ઇન્ટરનેટ મળશે. 4Gના મુકાબલે તેની પર 10 ઘણી વધુ સ્પીડ મળશે. PM મોદી દ્વારા 5Gની શરૂઆત કર્યા બાદ આજથી દેશના 13 શહેરોમાં 5G સેવા શરૂ થઈ ગઈ છે. વર્ષ 2023 સુધીમાં આ સેવાને સમગ્ર દેશમાં વિસ્તારવાની યોજના છે. 5G સેવા શરૂ કરતા પહેલા, PM મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ભારતીય મોબાઈલ કોંગ્રેસ (IMC)ની છઠ્ઠી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ પીએમ મોદીને 5જી સેવાઓ વિશે જાણકારી આપી હતી.
Advertisement
Advertisement
ક્યા લોકોને મળશે 5G સર્વિસ?
5G યૂઝ કરવા માટે તમારા નવા સીિમ કાર્ડની જરૂર નહી હોય. તમે જૂના સિમ પર જ નવી સર્વિસ યૂઝ કરી શકશો. જોકે, તેની માટે તમારા ફોનમાં 5G સપોર્ટ હોવુ જરૂરી છે. 5G સપોર્ટ જ નહી તેમાં તે બેન્ડ્સનું પણ હોવુ જરૂરી છે, જેની પર સર્વિસ ઉપલબ્ધ હશે.
ભારતમાં લૉન્ચ થયેલા મોબાઇલ 5G સ્પેક્ટ્રમ હરાજી પહેલાના છે. એવામાં તમારે ચેક કરી લેવુ જોઇએ કે તમારા ફોનમાં ક્યા-ક્યા બેન્ડ્સ મળે છે અને તમારો ઓપરેટર ક્યા બેન્ડ્સ પર સર્વિસ પ્રોવાઇડ કરશે.
#WATCH live via ANI Multimedia | Prime Minister Narendra Modi inaugurates the 6th India Mobile Congress at Pragati Maidan in Delhi and launches 5G services.https://t.co/ea8BUxkuio
— ANI (@ANI) October 1, 2022
શું નવુ હશે?
એવુ નથી કે 5G નેટવર્ક પર તમને માત્ર ઝડપી ઇન્ટરનેટ મળશે, આ સર્વિસનો એકમાત્ર પહેલુ છે. 5G નેટવર્ક પર તમને હાઇ સ્પીડ ડેટા સિવાય, સારી ટેલીકૉમ સર્વિસેસ અને કૉલ કનેક્ટિવિટી મળશે. નવા નેટવર્ક પર હાઇ સ્પીડ ડેટા સિવાય સારી કૉલ અને કનેક્ટિવિટી મળશે. કુલ મળીને આ નેટવર્ક પર તમને ટેલીકૉમ એક્સપીરિયન્સ સારૂ હશે.
લાંબા સમયથી લોકો રાહ જોઇ રહ્યા હતા
5G સ્પેક્ટ્રમ હરાજી જુલાઇમાં થઇ હતી અને તે બાદથી લોકો 5G સર્વિસની રાહ જોઇ રહ્યા હતા. અંતે ભારતમાં પણ 5G સર્વિસની શરૂઆત થઇ રહી છે, જોકે, તેનું પેન ઇન્ડિયા એક્સપૈશન હોવામાં સમય લાગશે, જિયો અને એરટેલ બન્ને ટેલીકૉમ કંપની 5G સર્વિસ ઓફર કરશે.
આ યાદીમાં વોડાફોન-આઇડિયા પણ સામેલ છે પરંતુ કંપનીએ 5G લૉન્ચિંગ પર વધુ જાણકારી આપી નથી. જિયોની સર્વિસ શરૂઆતમાં દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નાઇમાં મળશે. કંપની આવતા વર્ષના અંત સુધી સર્વિસનો વિસ્તાર અન્ય રાજ્યમાં કરશે.
શરૂઆતમાં ટેલીકૉમ સર્વિસેસ પ્રોવાઇડર્સનું ફોકસ મોટા શહેરમાં જ થશે. એરટેલે પણ પોતાની તૈયારી પુરી કરી લીધી છે. તાજેતરમાં કંપનીના CEOએ એક લેટર લખીને જાણકારી આપી હતી કે કંજ્યૂમર્સ 5G સર્વિસ માટે તૈયાર રહ્યા, તેમણે વર્તમાન સિમ કાર્ડ પર જ 5Gની સર્વિસ પણ મળશે, જોકે, તેને યૂઝ કરવા માટે તેમની પાસે 5G ફોન હોવુ પણ જરૂરી છે.
Advertisement