વૉશિંગ્ટન: વિશ્વની સૌથી મોટા લોકતંત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકપ્રિયતા મામલે 22 દેશના દિગ્ગજ નેતાઓને પાછળ છોડી દીધા છે. તાજેતરના સર્વેમાં પીએમ મોદીને વયસ્ક વસ્તીમાં 78 ટકા એપ્રૂવલ રેટિંગ મળ્યું છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોરને પીએમ મોદી પછી બીજું સ્થાન મળ્યું છે. 68 ટકા લોકોએ તેમણે પોતાની પ્રથમ પસંદ ગણાવ્યા છે. આ યાદીમાં ત્રીજા નંબર પર સ્વિત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ છે, તેમણે 62 ટકા લોકોએ પોતાની પ્રથમ પસંદ ગણ્યા છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર 2021 પછી પીએમ મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે.
Advertisement
Advertisement
અમેરિકાની વૈશ્વિક સર્વેક્ષણ કંપની મૉર્નિંગ કંસલ્ટ અનુસાર આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ 58 ટકા રેટિંગ સાથે આ યાદીમાં ચોથા અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા 50 ટકા રેટિંગ સાથે પાંચમા સ્થાને છે. આ રીતે સુપર પાવર અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ટોચના 5 નેતાઓની યાદીમાંથી બહાર છે. ટ્રમ્પના આકરા પડકાર વચ્ચે બાઇડનને 40 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. લોકપ્રિય નેતાઓની યાદીમાં બાઇડન સાતમા નંબર પર છે.
વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોને 9મું સ્થાન મળ્યું છે, તેમણે 40 ટકા એપ્રૂવલ રેટિંગ મળ્યું છે. ઋષિ સુનકને માત્ર 30 ટકા રેટિંગ મળ્યું છે જે ચૂંટણી પહેલા તેમના માટે મોટો ફટકો છે. સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં સૌથી નીચે નોર્વેના નેતા જોનાસ ગહર સ્ટોરર છે, તેમણે 21 ટકા રેટિંગથી સંતોષ કરવો પડ્યો છે. સર્વે અનુસાર, સપ્ટેમ્બર 2021 પછી પીએમ મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે. મે 2021માં પીએમ મોદીની લોકપ્રિયતા 63 ટકા સુધી પહોચી ગઇ હતી. તે પછી તેમના ચાહકોની સંખઅયા સતત વધી રહી છે.
લગભગ 76 ટકા લોકોએ કહ્યું કે, પીએમ મોદી દેશને સાચી દિશામાં લઇ જઇ રહ્યા છે. આ નવો સર્વે 26 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી, 2023 વચ્ચે કરવામાં આવ્યો હતો. મૉર્નિંગ કન્સલ્ટ સંસ્થાએ જણાવ્યુ કે અમેરિકામાં 45 હજાર લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા બીજી તરફ વિશ્વમાં 500થી લઇને 5000 લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર સર્વેના આધારે આ લોકપ્રિયતા કાઢવામાં આવી હતી. આ તમામ સર્વે ઓનલાઇન પણ કરવામાં આવ્યો હતો. સંસ્થાએ કહ્યુ કે ભારતમાં ખાસ કરીને શિક્ષિત લોકોને સર્વેમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ સર્વેમાં દરેક જાતિ, ભાષા, સમુદાય અને ધર્મના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.
Advertisement