હૈદરાબાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં રાજ્યના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવનું નામ લીધા વગર નિશાન સાધ્યુ હતુ. પીએમ મોદીએ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ ભ્રષ્ટાચાર અને વંશવાદની રાજનીતિનો આરોપ લગાવ્યો હતો, તેમણે કહ્યુ કે રાજ્યને પહેલા જનતા જોઇએ, પરિવાર પહેલા ના જોઇએ. પીએમ મોદીએ કેસીઆરના અંધવિશ્વાસ પર પણ કટાક્ષ કરતા કહ્યુ કે આ સામાજિક ન્યાયમાં સૌથી મોટુ વિઘ્ન બની રહ્યુ છે.
Advertisement
Advertisement
પીએમ મોદીએ કહ્યુ કે વિપક્ષી દળ ગઠબંધન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે કારણ કે તેમણે એજન્સીઓ દ્વારા તેમના ભ્રષ્ટાચારની તપાસનો ડર છે. પીએમ મોદીએ રાજ્યમાં મોટા પાયા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા કહ્યુ કે તેમની સરકારના ડિઝિટલ લેવડ દેવડ અને ઓનલાઇન ચુકવણી પર ભાર આપવાથી ભ્રષ્ટાચારમાં કમી આવી છે કારણ કે આવી લેવડ દેવડને ટ્રેક કરી શકાય છે.
પીએમ મોદીએ કહ્યુ કે, જન ધન, આધાર અને મોબાઇલની ત્રિ-શક્તિના માધ્યમથી અમે તમામ ખોટા લાભાર્થીઓને હટાવવામાં સક્ષમ છીએ. ગરીબોને સીધા તેમના ખાતામાં પૈસા મળી રહ્યા છે. પહેલા ગરીબો માટે પૈસા અને રાશનને છેતરપિંડીના માધ્યમથી લૂંટી લેવામાં આવ્યા હતા. પીએમ મોદીએ કહ્યુ કે ઘણા લોકો તેમણે પૂછે છે કે તે કેમ થાકતા નથી. પીએમ મોદીએ કહ્યુ, હું થાકતો નથી કારણ કે દરરોજ 2-2.5 કિલો ગાળો ખાઉં છું. ભગવાને મને આવો આશીર્વાદ આપ્યો છે અને આ મારી અંદર પોષમમાં પરિવર્તિત થઇ જાય છે.
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે, મને ગાળો બોલો, ભાજપને ગાળો બોલો પરંતુ જો તમે તેલંગાણાના લોકોને ગાળો આપશો તો તમારે તેની ભારે કિંમત ચુકવવી પડશે, તેમણે કહ્યુ કે રાજ્યમાં કેન્દ્રની વિકાસ યોજનાઓને જાણી જોઇને રોકવાનું કામ કરવામાં આવી રહ્યુ છે.
Advertisement