ભરૂચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચમાં કેટલીક પરિયોજનાઓનું ઉદ્દઘાટન અને લોકાર્પણ બાદ કહ્યુ કે રાજ્યમાં નક્સલી નવા રૂપથી ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતમાં નક્સલવાદને ના ઘુસવા દેવા માટે આદિવાસીઓની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યુ કે અર્બન નક્સલ હવે નવા રૂપથી યુવાઓને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમણે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે કઇ રીતે કેટલાક રાજ્યમાં નક્સલીઓએ યુવાઓને હથિયાર આપીને તેમનું ભવિષ્ય બરબાદ કર્યુ. પીએમ મોદીએ કહ્યુ કે અર્બન નક્સલીઓ પાછળ વિદેશી તાકાતોનો હાથ છે.
Advertisement
Advertisement
વડાપ્રધાન મોદીએ કહ્યુ, “તમારી સાથે વાત કરતા મને તે દિવસો પણ યાદ આવી રહ્યા છે જ્યારે કેટલાક લોકોએ ભરૂચનો વિકાસ રોકવા માટે પુરી શક્તિ લગાવી દીધી હતી. ભરૂચ-અંકલેશ્વરમાં ઉદ્યોગોની સ્થાપના, વિસ્તારમાં મોટા મોટા રોડા અટકાવવામાં આવ્યા. જ્યારે કેન્દ્રમાં અમારી સરકાર બની, ગુજરાતને નરેન્દ્ર અને ભૂપેન્દ્રની ડબલ એન્જિનની શક્તિ મળી તો અમે તમામ અવરોધ હટાવી દીધા હતા. પાણી રોકવા માટે અડંગો નાખવામાં આવ્યો. નક્સલવાદી માનસિકતા ધરાવતા લોકોએ પહેલા સરદાર સરોવર ડેમને રોકવાનો પુરો પ્રયાસ કર્યો. હવો અર્બન નક્સલ નવા રંગ રૂપથી પ્રવેશનો પ્રયાસ કરી રહ્યા છે, વેશ બદલી લીધો છે. ભોળા ઉત્સાહી જવાનોને ભરમાવવા માટે આવ્યા છે.
આ પણ વાંચો: મોઢેરા ભારતનું પ્રથમ સૂર્યગ્રામ, વિજળીથી કમાણી થશે અને બિલથી છુટકારો પણ મળશે- PM મોદી
પીએમ મોદીએ કહ્યુ કે બંગાળમા નક્સલવાદે માથુ ઉઠાવ્યુ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશના કેટલાક ભાગ, ઓરિસ્સા, આંધ્ર, તેલંગાણા અને મહારાષ્ટ્રના ગઢ ચિરોલીમાં અમારા આદિવાસી જવાનોને નક્સલવાદીઓએ નષ્ટ કરી નાખ્યા, તેમના હાથમાં બંદૂક પકડાવી દીધી, મોતની રમત રમવા માટે ઉકસાવવામાં આવ્યા.
પીએમ મોદીએ કહ્યુ કે ચારે તરફ સંકટ હતુ પરંતુ એવા સમયમાં આદિવાસી ભાઇ-બહેનોએ ગુજરાતમાં નક્સલવાદને ઘુસવા નથી દીધા અને લોકનું જીવન બચાવ્યુ. પીએમ મોદીએ તેની માટે ગુજરાતના આદિવાસીઓનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ કહ્યુ કે હવે અર્બન નક્સલ ઉપરથી ઉડીને આવી રહ્યા છે, તેમણે કહ્યુ કે લોકો પોતાના બાળકોને સાવચેત કરે કે અર્બન નક્સલ દેશને બરબાદ કરવા માંગે છે, વિદેશી તાકાતોના એજન્ટ બનીને આવ્યા છે.
Advertisement