ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. પીએમ મોદીએ રવિવારે મહેસાણાના મોઢેરામાં કેટલીક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્દઘાટન કર્યુ હતુ. આ દરમિયાન પીએમ મોદીએ મોઢેરામાં કહ્યુ કે વિકાસ યોજનાઓથી લોકોને લાભ મળ્યો છે. સાથે જ કહ્યુ કે લોકોનું સ્વપ્ન સાચુ થઇ રહ્યુ છે.
Advertisement
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોઢેરામાં એક નજસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યુ કે દેશ સોલર એનર્જી સાથે જોડાઇ રહ્યો છે. આ કામ ઝડપથી કરવામાં આવી રહ્યુ છે. પીએમ મોદીએ કહ્યુ કે મોઢેરાના વર્ષો પહેલા માટીમાં મીલાવવા માટે આક્રાંતાઓએ શું નહતુ કર્યુ, જે મોઢેરા પર એટલા અત્યાચાર થયા હતા, તે હવે પોતાની પૌરાણિકતા સાથે આધુનિકતા માટે પણ વિશ્વ માટે મિસાલ બની રહ્યુ છે. પીએમ મોદીએ કહ્યુ કે મોઢેરા પર્યાવરણવાદીઓ માટે દુનિયાના નકશામાં સામેલ થઇ જશે, આ ગુજરાતનું સામર્થ્ય છે. ભવિષ્યમાં જ્યારે પણ સોલર ઉર્જાની વાત થાય ત્યારે મોઢેરાનું નામ જરૂર લેવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યુ કે હવે મોઢેરા પણ સૂર્યગ્રામ બની ગયુ છે. સાથે જ કહ્યુ કે હવે જરૂરતની વિજળી ઉપયોગ કરો અને વધારાની વિજળી સરકારને વેચી દો. જેનાથી વિજળીના બિલથી પણ છુટકારો મળશે. આટલુ જ નહી, અમે વિજળી વેચીને કમાણી કરીશું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આવનારી પેઢીઓને સુરક્ષા મળે, તેની માટે દિવસ રાત મહેનત કરીને દેશને સારી દિશામાં લઇ જવા માટે નિરંતર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાને મોઢેરામાં કહ્યુ કે અત્યાર સુધી એમ થતુ હતુ કે જ્યારે સરકાર વિજળી પેદા કરતી હતી અને જનતા વિજળી ખરીદતી હતી પરંતુ હું તે રસ્તા પર ચાલવા માટે પ્રતિબદ્ધ છુ અને દેશને પણ આ રસ્તા પર લઇ જવા માટે પ્રયાસરત છુ કે લોકો પોતાના ઘરમાં સોલર પેનલ લગાવે. ખેડૂત પોતાના ખેતરમાં વિજળી પેદા કરશે.
Advertisement