નવી દિલ્હી: મધ્ય પ્રદેશમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભ કર્યો હતો. બે દિવસીય ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ઇન્દોરના બ્રિલિયન્ટ કન્વેશન સેન્ટરમાં યોજાઇ રહી છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આ સમિટીનું ઉદ્દઘાટન કર્યુ હતુ.
Advertisement
Advertisement
આ દરમિયાન તેમણે સંબોધિત કરતા કહ્યુ કે મધ્ય પ્રદેશમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ એવા સમયે યોજાઇ રહી છે જ્યારે ભારત ‘અમૃત કાળ’માં પ્રવેશ કરી ચુક્યુ છે. પીએમ મોદીએ કહ્યુ, અમે વિકસિત ભારતના નિર્માણ પથ પર આગળ વધી રહ્યા છીએ. વિકસિત ભારતના નિર્માણમાં મધ્ય પ્રદેશની ભૂમિકા મહત્વપૂર્ણ છે. વિકસિત ભારતનો અર્થ સમજાવતા પીએમ મોદીએ કહ્યુ, જ્યારે અમે તેનો ઉલ્લેખ કરીએ છીએ તો માત્ર દેશવાસીઓની આકાંક્ષા જ નહી તેમના સંકલ્પનો પણ ઉલ્લેખ કરીએ છીએ.
પીએમ મોદીએ કહ્યુ, એક સ્થિર સરકાર, એક નિર્ણાયક સરકાર અને સાચી નિયતથી ચાલનારી સરકાર વિકાસને અભૂતપૂર્વ ગતિ આપે છે. દેશ માટે દરેક જરૂરી નિર્ણય લે છે. છેલ્લા આઠ વર્ષમાં અમે રિફોર્મની ગતિ અને સ્કેલને સતત વધાર્યો છે. 8 વર્ષમાં અમે નેશનલ હાઇવેના નિર્માણની ગતિ ડબલ કરી છે. આ દરમિયાન ભારતમાં ઓપરેશનલ એરપોર્ટ્સની સંખ્યા બે ગણી થઇ ગઇ છે. પીએમ મોદીએ કહ્યુ, ભારતના પોર્ટને સંભાળવાની ક્ષમતા અને પોર્ટ ટર્ન અરાઉન્ડમાં અભૂતપૂર્વ સુધારો આવ્યો છે.
પીએમ મોદીએ 5G પર વાત કરતા કહ્યુ, ભારતના ગામે ગામ સુધી ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક પહોચી રહ્યુ છે. ત્યા ઝડપથી 5G નેટવર્કનો વિસ્તાર કરી રહ્યુ છે. 5Gથી દરેક ઇન્ડસ્ટ્રી અને કંજ્યૂમર માટે ઇન્ટરનેટ ઓફ થિંગ્સથી લઇને એઆઇ સુધી જે પણ નવી તક બની રહી છે તે ભારતમાં વિકાસની ગતિ વધારશે.
Advertisement