PM Modi Talks Rishi Sunak: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના પીએમ ઋષિ સુનક સાથે વાત કરી. સાથે જ કહ્યું કે, અમે બંને દેશોના સંબંધ મજબૂત કરીશું. તેમને ટ્વિટ કરીને કહ્યું કે, “આજે યૂકેના પીએમના રૂપમાં કાર્યભાર સંભાળવા પર ઋષિ સુનકને શુભેચ્છા”. અમે પોતાની વ્યાપાર રણનીતિ ભાગીદારીને મજબૂત કરવા માટે મળીને કામ કરીશું. અમે વ્યાપક અને સંતુલિત એફટીએફને લઈને નિષ્કર્ષ પર પહોંચવાના મહત્વને લઇને સહમત થયા છીએ.
Advertisement
Advertisement
નોંધનીય છે કે બ્રિટનના વિદેશ પ્રધાન જેમ્સ ક્લેવરલી આ અઠવાડિયે ભારતની મુલાકાતે આવશે અને આ દરમિયાન તેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ-કાઉન્ટર-ટેરરિઝમ કમિટી (UNSC-CCT)ની વિશેષ બેઠકમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સંજય વર્માએ બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે બ્રિટિશ વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલી યુએનની વિશેષ બેઠકમાં ભાગ લેનારાઓમાં સામેલ થશે.
ઋષિ સુનક મંગળવારે વડા પ્રધાન બન્યા પછી બ્રિટનથી ટોચના સ્તરની આ પ્રથમ સત્તાવાર મુલાકાત હશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ-આતંક વિરોધી સમિતિની બેઠક 28-29 ઓક્ટોબરે યોજાશે. તે 28 ઓક્ટોબરે મુંબઈમાં યોજાશે જ્યારે ચર્ચા 29 ઓક્ટોબરે દિલ્હીમાં થશે. એવું માનવામાં આવે છે કે વિદેશ પ્રધાન એસ જયશંકર તેમના બ્રિટિશ સમકક્ષ સાથે બેઠકની બાજુમાં ચર્ચા કરી શકે છે. મંગળવારે જયશંકર અને ક્લેવરલી વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી.
Advertisement