નવી દિલ્હી: આજે ધનતેરસ છે અને આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાઓને દિવાળીની મોટી ભેટ આપવા જઇ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ શનિવારે 10 લાખ કર્મીઓ માટે નિયુક્તિ અભિયાન એટલે કે રોજગાર મેળાની શરૂઆત કરી છે. આ નિયુક્તિ અભિયાનને રોજગાર મેળા નામ આપવામાં આવ્યુ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 હજાર નવનિયુક્ત યુવાઓને ઓફર લેટર એટલે કે નિયુક્તિ પત્ર સોપશે. પીએમ મોદીએ આજે સવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુરુગ્રામ ઓપરેલ હાઉસ સ્થિત રોજગાર મેળાનો પ્રારંભ કર્યો હતો. આ સમારંભમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સામેલ છે.
Advertisement
Advertisement
કાર્યક્રમ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 હજાર યુવાઓને નોકરીના ઓફર લેટર સોપીને દિવાળીની બેટ આપશે તો સાથે જ તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યુવાઓને સંબોધિત પણ કરશે. પીએમઓની માનીએ તો યુવાઓ માટે રોજગારની તક આપવા અને નાગરિકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાની વડાપ્રધાન મોદીની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલુ હશે.
Advertisement