નવી દિલ્હી: પૉપુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા (PFI) પર ભારત સરકારે 5 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક દિવસથી NIAની ટીમ દેશભરમાં PFIના ઠેકાણાઓ પર રેડ કરી રહી હતી. આ મામલે ગુજરાત સહિત કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. PFI જ નહી પણ તેની સાથે જોડાયેલા વધુ 8 સંગઠનો પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. PFI Banned
Advertisement
Advertisement
PFI સિવાય રિહૈબ ઇન્ડિયા ફાઉન્ડેશન (RIF), કેમ્પસ ફ્રંટ ઓફ ઇન્ડિયા (CFI), ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સિલ (AIIC), નેશલ કૉન્ફેડરેશન ઓફ હ્યૂમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન (NCHRO), નેશનલ વીમેન ફ્રંટ, જૂનિયર ફ્રંટ, એમ્પાવર ઇન્ડિયા ફાઉન્ડેશન અને રિહૈબ ફાઉન્ડેશન, કેરળ જેવા સહયોગી સંગઠનો પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
UAPA હેઠળ લાગ્યો પ્રતિબંધ
ગૃહમંત્રી તરફથી જાહેર ગેજેટ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યુ કે સરકારે PFIની વિધ્વંશક ગતિવિધિને જોતા ગેરકાયદેસર ગતિવિધિ અધિનિયમ, 1967 એટલે કે UAPAના સેક્શ 3ના સબસેક્શન 1 હેઠળ પ્રાપ્ત શક્તિઓનો ઉપયોગ કર્યો છે.
મહત્વપૂર્ણ છે કે PFIને UAPAની કલમ 35 હેઠળ 42 પ્રતિબંધિત આતંકી સંગઠનોની યાદીમાં જોડવામાં આવ્યુ છે.
PFI પર ટેરર લિંકનો આરોપ છે. દેશના કેટલાક રાજ્યમાં PFI પર સતત રેડ બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે. રિપોર્ટ અનુસાર ગત દિવસોમાં જે રેડ થઇ, તેમાં મળેલા પુરાવાના આધાર પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરોપ છે કે આ સંગઠન પાસે ગેરકાયદેસર રીતે વિદેશમાંથી પણ ફંડિગ થઇ રહ્યુ હતુ.
ગુજરાત સહિતના રાજ્યમાં રેડમાં 30 લોકોની અટકાયત
દિલ્હીમાં 30 લોકોની અટકાયત કરવામાં આવી હતી. શાહીન બાગ, જામિયા સહિત કેટલાક વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. જામિયા યૂનિવર્સિટી તંત્રએ વિદ્યાર્થીઓને સર્કુલર જાહેર કર્યુ છે. 19 સપ્ટેમ્બરથી 17 નવેમ્બર સુધી કલમ 144 લાગૂ રહેશએ.
મંગળવારે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી, આસામ, ઉત્તર પ્રદેશ, તેલંગાણામાં પણ રેડ કરવામાં આવી હતી. PFI Banned
Advertisement