નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ઉત્તર પ્રદેશ, પંજાબ અને દિલ્હી સહિત કેટલાક રાજ્યમાં રેડ કરી છે. ગેન્ગસ્ટરને ઠેકાણાનો પર્દાફાશ કરવા માટે NIAએ મંગળવાર સવારે દિલ્હી, પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને યૂપીના કેટલાક સ્થળો પર રેડ કરી છે.
Advertisement
Advertisement
ભારત અને વિદેશમાં સ્થિત આતંકીઓ, ગેન્ગસ્ટર અને ડ્રગ તસ્કરો વચ્ચે વધી રહેલી સાંઠગાંઠને ખતમ કરવાના ઉદ્દેશ્યથી NIAએ દિલ્હી સહિત ચાર રાજ્યના છથી વધુ જિલ્લામાં રેડ કરી છે. NIAની આ રેડ ગેન્ગસ્ટર સાથે જોડાયેલા ઘર અને અન્ય પરિસરો પર કરવામાં આવી રહી છે.
આ રેડ લોરેન્સ બિશ્નોઇ, નીરજ બવાના, ટિલ્લૂ તાજપૂરિયા અને ગોલ્ડી બરાડ સાથે જોડાયેલા ગ્રુપની સાંઠગાંઠ પર કેન્દ્રિત છે. આ પહેલાથી આતંકવાદ વિરોધી એજન્સીના નિશાના પર છે. NIA દ્વારા કેટલાક ગેન્ગસ્ટરોની પૂછપરછ બાદ આ રેડની યોજના બનાવવામાં આવી હતી.
આ પણ વાંચો: કર્ણાટક: મણિપાલ યૂનિવર્સિટીના શિક્ષકે મુસ્લિમ વિદ્યાર્થીને આતંકવાદી કહેતા વિવાદ, સસ્પેન્ડ કરાયા
NIAએ આ પહેલા 52 સ્થળો પર રેડ કરી હતી
ઓક્ટોબરમાં NIAએ ઉત્તર ભારતના ચાર રાજ્ય અને દિલ્હી સહિત 52 સ્થળો પર રેડ કરી હતી. આ રેડ અભિયાનમાં એક વકીલ અને હરિયાણાના એક ગેન્ગસ્ટરની ધરપકડ કરવામાં આવી હતી.
Advertisement