બેંગલુરૂ: કર્ણાટકમાં મણિપાલ યૂનિવર્સિટીના એક શિક્ષકને ક્લાસમાં મુસ્લિમ વિદ્યાર્થીને આતંકવાદી કહેવા પર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. શિક્ષકનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના શુક્રવારે બની હતી.
Advertisement
Advertisement
વિદ્યાર્થીએ કહ્યુ કે, “સર આ મજાક નથી, તમે મને આતંકવાદી નથી કહી શકતા, શું તમે પોતાના પુત્ર સાથે વાત કરશો? પ્રોફેસરે વિદ્યાર્થીને તેનું નામ પૂછ્યુ હતુ અને એક મુસ્લિમ નામ સાંભળીને કહ્યુ, “ઓહ, તમે કસાબ જેવા છો!” 26/11ના મુંબઇ હુમલા બાદ જીવિત પકડાયેલા એકમાત્ર પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને 2012માં ફાંસીએ લટકાવવામાં આવ્યો હતો.
વીડિયોમાં વિદ્યાર્થી પ્રોફેસર સાથે ઝઘડે છે અને એક આતંકવાદી સાથે તુલના કરવા પર પોતાના ધર્મને બદનામ કરવાનો આરોપ લગાવતા સાંભળી શકાય છે.
26/11 મજાક નહતી. આ દેશમાં એક મુસ્લિમ હોવાને કારણે અને દરરોજ આ બધાનો સામનો કરવો પડી શકે છે. સર તમે મારા ધર્મ વિશે મજાક નથી કરી શકતા. વિદ્યાર્થીએ બુમ પાડી કારણ કે શિક્ષકે એક ગંભીર ટિપ્પણીને ઓછી કરવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીએ પ્રોફેસરને એમ કહેતા સાંભળી શકાય છે. તમે મને આવી રીતે કેમ બોલાવી શકો છો? આ બધા લોકો સામે? ક્લાસમાં. તમે એક પ્રોફેશનલ છો, તમે ભણાવી રહ્યા છો.
જ્યારે શિક્ષક સોરી કહે છે, તો વિદ્યાર્થી જવાબ આપે છે, સોરી આ નથી બદલતુ કે તમે કેવુ વિચારો છો અથવા તમે તેને કેવી રીતે ચિત્રિત કરો છો. સંસ્થાએ કહ્યુ કે એક વિભાગીય તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. કોલેજ તંત્ર તપાસ કરી રહ્યુ છે અને વિદ્યાર્થીો સાથે પણ વાત કરવામાં આવી છે. પ્રોફેસરે વિદ્યાર્થીને તે પછી શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યુ કે, તમે મારા પુત્ર જેવા છો.
Advertisement