ક્વાડ મિટિંગ માટે જો બાઇડેનની ઓસ્ટ્રેલિયાની મુલાકાત રદ થયા પછી ક્વાડ નેતાઓ વચ્ચે તેમની ટોચની બેઠક હિરોશિમા માં યોજવા માટે સંમતિ બની હોવાની માહિતી સામે આવી છે.
Advertisement
Advertisement
G-7 બેઠકમાં ભાગ લેવા માટે ક્વાડના ચાર સભ્ય દેશો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાન હિરોશિમા પહોંચ્યા છે. અહીં ચાર દેશોના નેતાઓ મળી શકે છે અને છેલ્લા એક વર્ષમાં ક્વોડની પ્રગતિની સમીક્ષા કરી શકે છે.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરીન જીન પિયરે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે બાઇડેન ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ, જાપાનના પીએમ કિશિદા ફ્યુમિયો અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રૂબરૂ મુલાકાત કરશે.
આ વડાપ્રધાનોની બેઠક દરમિયાન વ્યૂહાત્મક મુદ્દાઓ સાથે ડિજિટલ ટેક્નોલોજી, સબમરીન કેબલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતા નિર્માણ સહિત અનેક મુદ્દાઓ પર સહયોગ પર ચર્ચા કરવામાં આવશે.
કેમ ક્વાડની બેઠક થઇ હતી રદ્દ
આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને જી-7 શિખર સંમેલન પછી પાપુઆ ન્યૂ ગિની અને ઓસ્ટ્રેલિયાનો પોતાનો પ્રવાસ રદ્દ કરી દીધો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને તે દરમિયાન જણાવ્યું હતુ કે, તેઓ ઓસ્ટ્રેલિયામાં ક્વોડ નેતાઓની સમિટમાં ભાગ લેવા પહોંચશે નહીં.
અમેરિકામાં દેવાના સંકટ વચ્ચે બાઇડેને આ નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બાયડેને મંગળવારે વ્હાઇટ હાઉસમાં આ સંદર્ભે ઇમરજન્સી બેઠક પણ યોજી હતી. અમેરિકા પર હાલમાં 31400 અબજ ડોલરનું દેવું છે.
અમેરિકી સરકારે ઉધાર લેવાની મર્યાદા વટાવી દીધી છે. લોન ચૂકવવા માટે યુએસ સરકારે વધુ લોન લેવી પડશે જેનો અર્થ છે કે દેવાની મર્યાદા વધારવી પડશે. જો આ માટે કોઈ ડીલ નહીં થાય તો અમેરિકા 1 જૂન સુધીમાં ડિફોલ્ટ થઈ જશે. જો બાઇડેનના પ્રવાસ રદ થયા બાદ ક્વાડની યજમાની કરી રહેલા ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં યોજાનારી ચાર દેશોના નેતાઓની બેઠક પણ મોકૂફ રાખી હતી.
Advertisement