લખીમપુર ખૈરી: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં બે દલિત સગીરા સગી બહેનોની હત્યા પછી ગ્રામીણોમાં નારાજગી જોવા મળી રહી છે. જોકે, બંને બાળકીઓનું આજે જ અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે. પરિવારજનોને ફાસ્ટ ટ્રેક ટ્રાયલનું આશ્વાસન મળ્યું છે. આખા કેસમાં પોલીસ અધિકારી ઘટનાના દરેક પાંસા પર નજર રાખી રહ્યાં છે. જણાવી દઈએ કે બંને બહેનોની હત્યા પછી તેમના મૃતદેહોને ઝાડ ઉપર લટકાવી દેવામાં આવી હતી.
Advertisement
Advertisement
કેસ સાથે કેટલીક જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી
પોલીસે જણાવ્યું કે ડબલ મર્ડરમાં સામેલ બધા છ લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે અને તેમાંથી એકને આજે સવારે એન્કાઉન્ટર દરમિયાન પકડવામાં આવ્યો હતો. આરોપીઓમાં સુહૈલ, જુનૈદ, હાફિજુલ રહેમાન, કરૂમુદ્દીન અને આરીફ સામેલ છે. જ્યારે પડોશી છોટૂ નામના છઠ્ઠા વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે, જેને કથિત રીતે આ છોકરાઓ સાથે સગીરા બહેનોનો પરિચય કરાવ્યો હતો.
પોસ્ટમોર્ટમમાં બાળકીઓ સાથે રેપ અને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારવાની પુષ્ટિ થઈ છે. પોલીસે જણાવ્યું કે, છોકરીઓને શેરડીના ખેતરમાં લઈ જવામાં આવી હતી અને તે દરમિયાન સુહૈલ અને જુનૈદે તેમના સાથે બળાત્કાર કર્યો હતો. બીજાઓએ પુરાવાઓ નષ્ટ કરવામાં મદદ કરી.
આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 302 (હત્યા), 323 (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી), 452 (ઈજા પહોંચાડવાનો ઈરાદો, હુમલો અથવા ઘરમાં ઘૂસવાનો ખોટો ઈરાદો), 376 (બળાત્કાર) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ગુરુવારે સવારે 8.34 વાગ્યે એન્કાઉન્ટર પછી જુનૈદની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી ઘટનામાં વપરાયેલી મોટરસાઇકલ સિવાય દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસ પણ મળી આવ્યા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો- બીજેપીના સ્ટિંગની તપાસ કરે સીબીઆઈ, નહીં તો PM માંગે માફી- મનીષ સિસોદિયા
મૃતક છોકરીઓની માતાએ બુધવારે મોડી રાત્રે નિગાસન કોતવાલી ખાતે તેની પુત્રીઓ પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
બાળકીની માતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેના ગામના છોટુ સાથે બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા યુવકો તેની ઝૂંપડીમાં ઘૂસી ગયા હતા અને તેની પુત્રીઓનું બળજબરીથી અપહરણ કરી ગયા હતા.
આ દરમિયાન વિપક્ષી દળોએ આ ઘટનાને લઈને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતૃત્વવાળી સરકાર પર નિશાન સાધવાનું શરૂ કર્યું છે. સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવ અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગઈકાલે રાત્રે રાજ્યમાં મહિલાઓ સામે વધી રહેલા અપરાધને લઈને ઉત્તર પ્રદેશ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને બંને મૃત્યુની સરખામણી હાથરસ ગેંગ રેપ કેસ સાથે કરી હતી.
બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીએ ગુરુવારે ટ્વિટ કરતા લખ્યું કે, “લખીમપુર ખેરીમાં બે દલિત પુત્રીઓનું તેમની માતાની સામે અપહરણ અને બળાત્કાર અને તેમના મૃતદેહને ઝાડ પર લટકાવવાની હૃદયદ્રાવક ઘટના દરેક જગ્યાએ ચર્ચામાં છે, આવી દુ:ખદ ઘટનાને અને શરમજનક ઘટનાની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે. યુપીમાં ગુનેગારો નિર્ભય છે કારણ કે સરકારની પ્રાથમિકતાઓ ખોટી છે
લખનવ વિસ્તારના પોલીસ મહાનિરીક્ષક લક્ષ્મી સિંહ બુધવારે રાત્રે નિગાસન પહોંચ્યા અને ગુનાના સ્થળનું નિરીક્ષણ કર્યું. તેમણે પત્રકારોને કહ્યું, “પીડિત પરિવારની ફરિયાદ પર IPCની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવશે.
Advertisement