નવી દિલ્હી: બુધવારે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)નું નામ બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) કરવામાં આવ્યું હતું. હૈદરાબાદમાં તેલંગાણા ભવનમાં મળેલી પાર્ટીની જનરલ બોડીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement
તેલંગાણાના મુખ્યમંત્રી અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ના વડા કે. ચંદ્રશેખર રાવ (KCR), પાર્ટીના સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા સ્તરના કન્વીનર આ સમયગાળા દરમિયાન તેલંગાણા ભવનમાં હાજર હતા.
ટીઆરએસની શરૂઆત વર્ષ 2000માં કરવામાં આવી હતી પરંતુ પાર્ટી ચીફ કેસીઆર હવે તેને રાષ્ટ્રીય પાર્ટી તરીકે સ્થાપિત કરવા માંગે છે.
આ પણ વાંચો : અરુણાચલના તવાંગમાં ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ, એક અધિકારીનું મોત
પાર્ટીના 280 કાર્યકારી સભ્યો, સાંસદો અને ધારાસભ્યોએ એક ઠરાવ પસાર કર્યો જેમાં TRS ને BRS સાથે વિલીન કરવામાં આવ્યું.
એવું માનવામાં આવે છે કે કે. ચંદ્રશેખર રાવ રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની પકડ મજબૂત કરવા માટે રાષ્ટ્રીય સ્તરે પોતાની પાર્ટી શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે અને તેથી જ તેમણે પોતાની પાર્ટીનું નામ બદલી નાખ્યું છે.
Advertisement