નવી દિલ્હીઃ ભારતીય સેનાનું એક ચિતા હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશમાં ક્રેશ થયું છે. જેમાં સેનાનો એક અધિકારી શહીદ થયો હતો, જ્યારે અન્ય એક ઘાયલ થયો હતો. આ હેલિકોપ્ટર અરુણાચલના તવાંગમાં ક્રેશ થયું છે. હેલિકોપ્ટર સવારે 10:00 વાગ્યાની આસપાસ નિયમિત ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું હતું.
Advertisement
Advertisement
ભારતીય સેનાએ કહ્યું છે કે તેનું એક ચિતા હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં ક્રેશ થયું છે.
પીઆરઓ ડિફેન્સ તેઝપુરે એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું છે કે આ ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી અને હેલિકોપ્ટર નિયમિત નિરીક્ષણ પર હતું.
An Indian Army Cheetah helicopter crashed today near Tawang area in Arunachal Pradesh. One pilot has lost his life in the accident: Army Officials pic.twitter.com/5BErWZzRIH
— ANI (@ANI) October 5, 2022
દુર્ઘટના બાદ બંને પાઈલટને આર્મી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા પરંતુ એક પાઈલટનું મોત થયું હતું. બીજા પાયલોટની સારવાર ચાલી રહી છે.
સેનાએ કહ્યું છે કે અકસ્માતનું કારણ હજુ જાણી શકાયું નથી.
Advertisement