દૂબઇ: સંયુક્ત અરબ અમીરાતમાં કામ કરનારા એક ભારતીય કામદાર રાતોરાત કરોડપતિ બની ગયો છે. દૂબઇમાં રહેતા આ ભારતીય પ્રવાસીએ અબૂ ધાબીમાં આયોજિત બિગ ટિકિટની રૈફલ ડ્રૉ સીરિઝ 244માં 2 કરોડ દિરહમનો એવોર્ડ જીત્યો છે. ભારતમાં આ રકમ 443993095 રૂપિયા થાય છે. લકી ડ્રૉ જીતનારા મજૂરનું નામ પ્રદીપ કેબી જેબેલ છે. પ્રદીપ કેરળનો છે અને અબૂ ધાબીમાં એક કાર કંપનીમાં હેલ્પરનું કામ કરે છે. 24 વર્ષના પ્રદીપ એક વર્ષથી લૉટરી ટિકિટ ખરીદી રહ્યો છે પરંતુ તેને હવે જીત નસીબ થઇ છે.
Advertisement
Advertisement
પ્રદીપે સાથીઓ સાથે મળીને ખરીદી હતી લૉટરીની ટિકિટ
રૈફલ ડ્રૉ સીરિઝ 244માં 44 કરોડ રૂપિયાની રકમ જીતનારી લૉટરીની ટિકિટનો નંબર 064141 છે. પ્રદીપ અને તેના 20 સાથીઓએ 13 સપ્ટેમ્બરે ઓન લાઇન ટિકિટ ખરીદી હતી. એવામાં હવે આ ઇનામી રકમની વહેચણી પ્રદીપ અને તેના સાથીઓ વચ્ચે કરવામાં આવશે. જ્યારે પ્રદીપને કરોડો રૂપિયાના લકી ડ્રૉ વિશે જણાવવા માટે ફોન કરવામાં આવ્યો તો તે નાઇટ શિફ્ટમાં કામ કરતો હતો, તેને જીત બાદ ખુશી વ્યક્ત કરતા કહ્યુ કે હું તે સમયે નાઇટ ડ્યૂટી કરી રહ્યો હતો.
સાત મહિનાથી દૂબઇમાં રહે છે પ્રદીપ
પ્રદીપ સાત મહિનાથી દૂબઇમાં રહે છે, તેને કહ્યુ કે 44 કરોડ રૂપિયાના જેકપૉટ જીતીને હું ઘણો રોમાંચિત છું. મને પોતાના નસીબ વિશે વિશ્વાસ નથી થઇ રહ્યો. રિપોર્ટમાં પ્રદીપને જ્યારે પૂછવામાં આવ્યુ કે તે એવોર્ડની રકમને કેવી રીતે ખર્ચ કરશે તો તેને કહ્યુ કે અમે હજુ સુધી કોઇ પ્લાનિંગ કર્યુ નથી. પ્રદીપે કહ્યુ કે અમને તો આશા નહતી કે લકી ડ્રૉમાં અમારૂ નામ આવશે. એવામાં જીત વિશે અમે ક્યારેય વિચાર્યુ નહતુ.
આ પણ વાંચો: સીનિયર IPS અધિકારીઓની પોસ્ટિંગની માથાકુટમાં બદલીઓ અટકી પડી
અબ્દુલ કાદિરે પણ જીત્યો 10 લાખ દિરહામનો એવોર્ડ
આ વચ્ચે વધુ એક ભારતીય પ્રવાસી અબ્દુલ કાદર દાનિશને લકી ડ્રૉમાં 10 લાખ દિરહમનો એવોર્ડ મળ્યો છે. ભારતીય રકમમાં તેની કિંમત 22199654 રૂપિયા થાય છે. અબ્દુલ કાદરે આ લૉટરી ટિકિટ 30 સપ્ટેમ્બરે ખરીદી હતી. આ ટિકિટનો નંબર 252203 હતો. અઢી કરોડના જેકપૉટ માટે રૈફલ ડ્રૉ 3 નવેમ્બરે યોજાશે. આ સાથે પ્રથમ વખત 1 કિલો સોનાનું સાપ્તાહિક એવોર્ડ પણ આપવામાં આવશે.
Advertisement