ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો 2022નું ઉદ્દઘાટન કર્યુ હતુ. આ દરમિયાન તેમણે ભારત-પાકિસ્તાન સરહદ પાસે ડીસામાં એક નવા એરબેસની આધારશીલા રાખી હતી અને કહ્યુ એ આ નવુ એરબેસ દેશની સુરક્ષા માટે એક પ્રભાવી કેન્દ્રના રૂપમાં ઉભરશે. સાથે જ તેમણે એમ પણ કહ્યુ કે ગુજરાત ભારતમાં સંરક્ષણનું કેન્દ્ર બનશે અને ભારતની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવશે.
Advertisement
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ, “હું સ્ક્રીન પર જોઇ રહ્યો હતો કે ડિસાના લોકો નવા હવાઇ ક્ષેત્રના નિર્માણને લઇને ઉત્સાહિત હતા. આ હવાઇ ક્ષેત્ર એક મુખ્ય ભૂમિકા નીભાવશે. ડિસા આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 130 કિમી દૂર છે. જો અમારી સેના વિશેષ રીતે અમારી વાયુ સેના ડિસામાં મોરચો સંભાળે છે તો અમે પશ્ચિમી તરફથી આવતા કોઇ પણ ખતરાનો સારી રીતે જવાબ આપી શકીશુ. જોકે, તેમણે આ દરમિયાન પાકિસ્તાનનું નામ લીધુ નહતુ.
View this post on Instagram
આ પ્રસંગે સભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આ પ્રથમ એવો ડિફેન્સ એક્સપો છે, જેમાં માત્ર ભારતીય કંપનીઓ ભાગ લઇ રહી છે, તેમણે કહ્યુ, આંતરરાષ્ટ્રીય સુરક્ષા સાથે મુક્ત વેપાર માટે દરિયાઇ સુરક્ષા આજે દુનિયાની પ્રાથમિકતા બની રહી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ, ભારતીય સંરક્ષણ ઉત્પાદનોનું નિર્માણ આઠ વર્ષમાં આઠ ઘણુ વધ્યુ છે. સંરક્ષણ દળ 101 વસ્તુની એક યાદી જાહેર કરશે જેના આયાત પર પ્રતિબંધ લગાવવામાં આવશે, આ સાથે જ સંરક્ષણ ક્ષેત્રના 411 સામાન અને ઉપકરણ એવા હશે જેમણે ભારતમાં જ બનાવવામાં આવશે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં PM મોદીએ ડિફેન્સ એક્સપો-22નું ઉદ્દઘાટન કર્યુ
2024માં તૈયાર થશે એરબેસ
વડાપ્રધાન મોદીએ ભારત-પાકિસ્તાન સરહદથી 130 કિલોમીટર દૂર ડીસામાં નવા એરબેસનો શિલાન્યાસ કર્યો હતો. આ એરબેસ 1000 કરોડ રૂપિયાના ખર્ચે 2024 સુધી બનીને તૈયાર થશે. 2 વર્ષમાં બનનારો આ એરબેસ 4500 એકરમાં ફેલાયેલો હશે. આ એરબેસથી ભારતની સૈન્ય તાકાતમાં વધારો થશે.
Advertisement