ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્દઘાટન કર્યુ હતુ.
Advertisement
Advertisement
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ દરમિયાન કહ્યુ કે, ભારતને એક મજબૂત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાના તમારા વિઝનના અનુરૂપ, આ એક્સપોની થિમ પથ ટુ પ્રાઇડ રાખવામાં આવી છે. આ એક્સપો માત્ર થિમ નથી, પણ નવા ભારતનો નવો ઉદ્દેશ્ય છે.
Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે ડિફેન્સ એક્સ્પો ૨૦૨૨ નું ઉદ્ઘાટન. સ્થળ: ગાંધીનગર #DefenceExpo2022 https://t.co/dEtJmRnDEU
— CMO Gujarat (@CMOGuj) October 19, 2022
ઇન્ડિયન ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝના બદલતા સીનારિયોએ અમારા પ્રાઇવેટ સેક્ટરને પણ પ્રભાવિત કર્યુ છે અને તેમણે નવી ઓપર્ચ્યુનિટીનો અનુભવ કર્યો છે. આજે અમારી પાસે મોટા ઇન્ડસ્ટ્રીયલ હાઉસ છે જે ડિફેન્સ પ્રોજેક્ટ માટે કોમ્પેટ કરી રહ્યા છે અને મોટા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પણ તૈયાર છે. અહી જ્યારે હું મોટા ઇન્ડસ્ટ્રીયલ હાઉસની વાત કરી રહ્યો છુ તો તેનો અર્થ આ નથી કે અમારૂ ધ્યાન મિડિયમ, સ્મોલ અને માઇક્રો એન્ટરપ્રાઇસ સેક્ટર પર નથી. વાસ્તવમાં, MSMEsને સ્પેશ્યલ ઇન્સેટીવ આપવામાં આવી રહ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, પીએમ મોદીએ રાજ્યના યુવાનોને સંરક્ષણ અને સુરક્ષા વ્યવસ્થાપનનું જ્ઞાન આપવા માટે 2009માં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યૂનિવર્સિટી (GFSU) અને રક્ષા શક્તિ યૂનિવર્સિટી (RRU)ની શરૂઆત કરી હતી. આ હવે NFSU અને RRU તરીકે રાષ્ટ્રીય સ્તરે વિકસ્યા છે.
Advertisement