નવી દિલ્હી: ભારત સરકારે શનિવારે જાહેર થયેલા ગ્લોબલ હંગર ઇન્ડેક્સ (GHI)ના રેન્કિંગને ફગાવી દીધુ છે. આ ઇન્ડેક્સમાં ભારતને 121માંથી 107માં સ્થાન પર રાખવામાં આવ્યુ હતુ, જેની પર પ્રતિક્રિયા આપતા સરકાર તરફથી કહેવામાં આવ્યુ કે તેમાં ભૂખમરીની ખોટી ગણના કરવામાં આવી છે અને દાવો કરવામાં આવ્યો તે તેની ગણનામાં ખામી છે. સરકારે કહ્યુ કે ભારતને 107માં સ્થાન પર રાખવુ દેશની છબીને ખરાબ કરવાનો પ્રયાસ છે. આ ઇન્ડેક્સમાં ભારતની સ્થિતિ પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ કરતા પણ ખરાબ છે. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે નિવેદન જાહેર કર્યુ છે.
Advertisement
Advertisement
નિવેદનમાં શું કહેવામાં આવ્યું?
મંત્રાલયે નિવેદનમાં કહ્યુ, ” ભારતની છબી સતત ખરાબ કરવાનો પ્રયાસ ફરી એક વખત જોવા મળ્યો છે કે એક રાષ્ટ્રના રૂપમાં તે પોતાની જનસંખ્યાની ખાદ્ય સુરક્ષા અને પોષણની જરૂરતોને પુરી કરી શકતુ નથી. વાર્ષઇક જાહેર થનારા ગ્લોબલ હંગર ઇન્ડેક્સ રિપોર્ટ ખોટી સૂચના છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022 આયરલેન્ડ અને જર્મનીની ગેર-સરકારી સંસ્થા કંસર્ન વર્લ્ડ વાઇડ એન્ડ વેલ્ટ હંગર હિલ્ફે જાહેર કરી છે, જેમાં ભારતને 121 દેશમાંથી 107માં સ્થાન પર રાખવામાં આવ્યું છે.”
ભારતે કહ્યુ, “આ ઇન્ડેક્સ ભૂખને માપવાની ખોટી રીત છે અને માપવાની રીતના ગંભીર મુદ્દાથી ગ્રસ્ત છે. ઇન્ડેક્સને માપવાની ચાર રીતમાંથી ત્રણ રીત માત્ર બાળકોના સ્વાસ્થ્ય સબંધિત છે અને પુરી જનસંખ્યાનું પ્રતિનિધિત્વ નથી કરી શકતા.”
ગ્લોબલ હંગર ઇન્ડેક્સની રેન્કિંગ કુલ સ્કોર પર આપવામા આવે છે. આ સ્કોર ખાસ કરીને ચાર સંકેતકોના મૂલ્યો પર માપવામાં આવે છે જેમાં આમાં કુપોષણ, શિશુઓમાં ગંભીર કુપોષણ, બાળકોની મંદ વૃદ્ધિ અને બાળ મૃત્યુદરનો સમાવેશ થાય છે.
ભારતે આ રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા કહ્યુ, “”કુલ વસ્તી (PoU) સાથે કુપોષણનો ગુણોત્તર આ સૂચકાંકનો ચોથો અને સૌથી મહત્વપૂર્ણ માપ છે, પરંતુ તે પણ 3000ના નાના નમૂનાના કદ સાથેના અભિપ્રાય મતદાન પર આધારિત છે.”
ભારતે કહ્યુ, આ રિપોર્ટ જમીની હકીકતથી દૂર છે અને જાણી જોઇને તે પ્રયાસોને નજરઅંદાજ કરવાનો પ્રયાસ છે જે સરકાર પોતાની જનતાને ખાદ્ય સુરક્ષા આપી રહી છે. ખાસ કરીને કોવિડ મહામારી દરમિયાન જે મદદ આપવામાં આવી છે.
આ પણ વાંચો: વૈશ્વિક ભૂખમરીની યાદીમાં પાકિસ્તાન-નેપાળ-શ્રીલંકા કરતા પણ ભારત પાછળ, 107માં નંબર પર પહોચ્યું
શું છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ?
ગ્લોબલ હંગર ઇન્ડેક્સ (GHI)એ વૈશ્વિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે ભૂખનું વ્યાપક માપ અને ટ્રેકિંગ છે.
GHI સ્કોર સામાન્ય રીતે ચાર સૂચકાંકોના મૂલ્યો પર માપવામાં આવે છે, જેમાં કુપોષણ, ગંભીર શિશુ કુપોષણ, મંદ વૃદ્ધિ અને બાળ મૃત્યુદરનો સમાવેશ થાય છે.
GHI પાસે કુલ 100 પોઈન્ટ્સ છે, જેના આધારે દેશની ભૂખની ગંભીરતાની સ્થિતિ દર્શાવવામાં આવે છે. એટલે કે, જો કોઈ દેશનો સ્કોર શૂન્ય છે, તો તે સારી સ્થિતિમાં છે અને જો કોઈનો સ્કોર 100 છે, તો તે ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે.
ભારતનો સ્કોર 29.1 છે જે અત્યંત ગંભીર શ્રેણીમાં આવે છે.
આ સિવાય કુલ 17 ટોચના દેશો એવા છે જેમનો સ્કોર 5 કરતા ઓછો છે. આ દેશોમાં ચીન, તુર્કી, કુવૈત, બેલારુસ, ઉરુગ્વે અને ચિલી જેવા દેશોનો સમાવેશ થાય છે.
Advertisement