પટણા: થિયેટરના પરદા પર 2012માં પ્રદર્શિત થયેલા અનુરાગ કશ્યપની ચર્ચિત ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ કોલસા નગરી ધનબાદની ઘટનાઓ પર આધારિત હતી. ડિરેક્ટરે વર્ચસ્વની લડાઇને પરદા પર સારી રીતે ઉતારી હતી. ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ ધનબાદની પુરી કહાની નથી. અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ રાજકારણની ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ની કહાની જેની પર અનુરાગ કશ્યપની નજર પડી નથી. સીનિયર લેખિકા સ્વ. રમણિક ગુપ્તાએ ધનબાદના જડમાં ભય,ભૂખ, ભ્રષ્ટાચાર સાથે રાજકીય ગિધોની જે કહાની પોતાની નજરે જોઇ છે. તે ચોકાવનારી છે. પોતાની આત્મકથા આપહુદરીમાં રમણિક ગુપ્તાએ ધનબાદને કઇક આ રીતે જોઇ છે.
Advertisement
Advertisement
ધનબાદ! કોલસાની નગરી ધનબાદ!
પોતાની આત્મકથા ‘આપહુદરી’માં રમણિકાએ જે રીતે ધનબાદનું વર્ણન કર્યુ છે. રમણિકા કહે છે કે ધનબાદ મજૂરો અને માલિકોની નગરી રહી છે. ગરીબી-અમીરીના માપદંડને તોડતી, માફિયા અને પહેલવાનોના ભયને ભોગવતી. ભ્રષ્ટાચાર બધા પર ભારે. ધનબાદમાં એટલા પૈસા હતા કે અહી અવિભાજીત બિહારના મુખ્યમંત્રીને હટાવવા અને બનાવવામાં ઠેકો લેવામાં આવતો હતો. મંત્રીઓ, નેતાઓ અને ઠેકેદારો માટે ધનબાદ એક શહેર નહી તેમના બેન્ક ખાતાનું બેલેન્સ રહેતુ હતુ. રમણિક ગુપ્તા અનુસાર ધનબાદમાં ગૉડફાધરોની કમી નહતી. આ શહેરના સૌથી મોટા ગૉડ ફાધર હતા, મજૂર નેતા બીપી સિન્હા. બીપી સિન્હા મજૂર વિંગ INTUC (ઇંટક) કોંગ્રેસે પાર્ટી સાથે સબંધિત ‘કોલિયરી મજૂર સંઘ’ના અધ્યક્ષ હતા, તેમના વિરોધી પણ મોટી સંખ્યામાં હાજર હતા. તમામ નૌકરશાહી આ કથિત ગૉડ ફાધરોની ગુલામ હતી.
સૌથી મોટા રોજગારનું કેન્દ્ર કોલસો
ધનબાદમાં કોલસાનું આકર્ષણ એવુ હતુ જ્યા હજારોની સંખ્યામાં દલાલ હતા. નૌકરશાહોની એક મોટી ફૌજ હતી. આ બધાને સાથે લઇને ચાલનારા ગૉડફાધર હતા. મજૂર અને મજૂરોના નાના-મોટા નેતા બીપી સિન્હાની ચાપલૂસીમાં લાગેલા હતા. મજૂર તેમની જાગીર હતી. માલિકોને નુકસાન ના થાય, મજૂરોને પણ કેટલાક ટુકડા આપવામાં આવતા હતા. રમણિકા કહે છે કે ધનબાદમાં નેતાઓ, અધિકારી અને દલાલોની તિકડી કામ કરતી હતી. મજૂરોની ગરીબી પર અમીર વધુ અમીર થઇ રહ્યા હતા. ટ્રાન્સફર, પોસ્ટિંગ અને પ્રમોશન બધાના પૈરવીકાર આ ગૉડફાધર હતા.
ધનબાદનું પટણા કનેક્શન
ધનબાદના કથિત ગૉડફાધર બીપી સિન્હા અને તેમના ચેલા પટણાના એજન્ટ હતા. કારમ કે પટણા સત્તાનું મુખ્ય કેન્દ્ર હતુ, તે દિવસોમાં ધનબાદમાં કોઇ પણ અધિકારી આવતો, ખાસ કરીને શ્રમ વિભાગનો તેને બીપી સિન્હાને ત્યા હાજરી આપવી પડતી હતી. બીપી સિન્હાને અહી એક રાત્રિ ભોજનનું આયોજન થતુ હતુ. જ્યા કોકટેલ પાર્ટી થતી હતી. આ પાર્ટીમાં કોલિયરીના માલિક સામેલ થતા. આ પાર્ટીમાં નવા અધિકારીઓને આદેશ મળી જતો હતો કે કોલિયરીના માલિકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો છે. રમણિકા ગુપ્તા ચર્ચા કરે છે કે નવા અધિકારીના મજૂરોના હિતની રક્ષા કઇ સીમા સુધી કરવી છે, આ નક્કી કરી દેવામાં આવતુ હતુ. ચંદા માટે પટણાના મોટા મોટા નેતા બીપી સિન્હાના દરબારમાં હાજરી લગાવતા હતા. કોલિયરિયોના માલિક, ઠેકેદાર બીપી સિન્હા પાસે પૈસા જમા કરતા હતા. બીપી સિન્હા કેટલાક પૈસા રાખ્યા બાદ તેને પટણાના નેતાઓને આપી દેતા હતા. બીપી સિન્હાને તે સમયમાં મજૂર, અધિકારી અને કોલિયરીના માલિક સાહેબ કહીને સંબોધિત કરતા હતા. બીપી સિન્હાનો ડર એવો હતો કે તે એગ્રીમેન્ટ કરી દેતા હતા, તે મજૂરો, માલિકો, ઠેકેદાર અને સરકારી શ્રમ મશીનરીને માનવુ પડતુ હતુ.
જ્યારે ધનબાદ પહોચ્યા રમણિક ગુપ્તા
1960માં જ્યારે રમણિકા ગુપ્તા ધનબાદ પહોચે છે, તે બાદથી બીપી સિન્હાની તાકાત ઓછી થવા લાગે છે.બિહારમાં મુખ્યમંત્રી કે.બી.સહાય બાદ કોન્ટ્રાક્ટ પ્રકારની સરકારો રચાય છે. અસંતુષ્ટ નેતા કોંગ્રેસ અને ઇંટકને છોડીને વિરોધી દળમાં સામેલ થવા લાગે છે. કોંગ્રેસ સરકારમાં સીએમ પાંચ વર્ષણાં બે-બે વખત બદલાવવા લાગે છે. રાજકારણમાં પુરી રીતે અસ્થિરતાનો સમય શરૂ થઇ જાય છે. બીજી તરફ ઇન્દિરા ગાંધી ધનબાદને વિચલિત કરી નાખે છે. ઇન્દિરા ગાંધીને રિપોર્ટ મળે છે કે કોલસાનું મુખ્ય કેન્દ્ર ધનબાદના પૈસાથી બિહારની કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રીને હટાવવા અને બનાવવામાં દખલ જોરદાર હતુ. બીજો દળ પણ ધનબાદના ખજાનાનો ભાગ લઇને સરકાર બનાવવા અને પાડવામાં લાગેલા હતા. રમણિકા કહે છે કે કેન્દ્ર માટે ધનબાદના નેક્સસને તોડવુ જરૂરી બની ગયુ હતુ.
ખાણ માલિક રમતા હતા ખતરનાક રમત
ઓછા પૈસા લગાવીને વધુ નફો કમાવવા માટે ખાણ માલિક ઉપરની પરતોમાંથી કોલસો કાઢી લેતા હતા. નીચે બચેલી પરતોના ઓવરવર્ડેનથી ઢાંકી નાખતા હતા. અંડરગ્રાઉન્ડ ખાણના કોલસામાં આગ લાગવા, પાણી ભરાઇ જવાથી બચવાની જગ્યાએ ખાણ માલિક એક નવુ મોઢુ ખોલી દેતા હતા. ખાણનું કાપ વર્ટિકલ હતુ. ભૂગર્ભ ખાણને વગર રેતી ભરે છોડી દેવામાં આવતી હતી. માત્ર કાગળમાં રેતી નોંધવામાં આવતી હતી. કેન્દ્ર સરકારને સ્ટીલ કારખાના માટે કોલસાની જરૂર હતી. કેન્દ્રએ 1970માં કોકિંગ કોલ ધરાવતી ખાણનું સરકારીકરણ કરી દીધુ. જેમાં ધનબાદની તમામ અને બંગાળની મોટાભાગની ખાણ આવી ગઇ. આ રીતે ધનબાદમાં ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL) બની. સરકારના આ પગલાથી ઇંટક અને બીપી સિન્હા જૂથ ચોકી ગયો, તેમની તમામ કમાણી કોલિયરી માલિકો પાસેથી થતી હતી. તમામ મજૂર, લીડર, પહેલવાન કોલિયરિઓના સ્ટાફ બની ગયા. અસલી મજૂરોને ખદેડી મુકવામાં આવ્યા. ભ્રષ્ટાચારના દમ પર નવા નવા લોકોના પૈસા લઇને કામ પર રાખવામાં આવ્યા. અચાનક સ્થાનિક મજૂરો અને ખેડૂતો ગુસ્સે થયા. મજૂરો બે જૂથમાં વહેચાઇ ગયા, એક સ્થાનિક અને એક બહારના.
મજૂર સંગઠનોમાં હિંસક અથડામણ
હવે ઇંટકની કોલિયરી મજૂર સંઘ અને બિહાર કોલિયરી મજૂર સભામાં હિંસક અથડામણ શરૂ થઇ ગઇ. ધનબાદમાં એકે રાયની યૂનિયન પોતાના પગ પસારી ચુકી હતી. આ દરમિયાન શિબૂ સોરેન જે છોટાનાગપુરના ઉભરતા આદિવાસી નેતા હતા. અલગ ઝારખંડ તેમની માંગ હતી, તેમણે મોટો સંઘર્ષ ચલાવ્યો અને સ્થાનિક લોકોને નોકરી આપવાનો નારો આપ્યો. આ દરમિયાન કથિત ધનબાદના ગૉડફાધર નબળા પડતા ગયા. સ્ટેજ પર જનતા વચ્ચે એક બીજામાં મારપીટ થવા લાગી. રમણિકા આપહુદરીમાં એક સાર્વજનિક સભાનો ઉલ્લેખ કરતા કહે છે, એક વખત કતરાસમાં થઇ રહેલી ઇંટકની સભામાં જેમાં કોલિયરી મજૂર સંઘના અધ્યક્ષ બીપી સિન્હા, મહાસચિવ વિંદેશ્વરી દુબે અને કાર્યકારિણીના સભ્ય સૂર્યદેવ સિંહ મંચ પર હાજર હતા. મંચ પર મારામારી શરૂ થઇ ગઇ. સૂર્યદેવ સિંહે બીપી સિન્હાનો કોલર પડકીને હચમચાવી નાખ્યા. બિંદેશ્વરી દુબે ચુપચાપ જોતા રહ્યા. રમણિકા કહે છે કે આ ઘટના બાદ બીપી સિન્હાના સમર્થનમાં હું 10 હજાર મજૂર લઇને હજારીબાગથી ધનબાદ પહોચી, તે દિવસોમાં હું ઇંટકમાં હતી. સંઘની ઉપાધ્યક્ષ હતી.
આ પણ વાંચો: અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીના સ્થાપક સર સૈયદની કહાની, વિદ્યાર્થીઓએ સમગ્ર વિશ્વમાં જ્ઞાનના દીવા પ્રગટાવ્યા
બીપી સિન્હાની હત્યા
બાદમાં સૂર્યદેવ સિંહ જનતા પાર્ટીની ટિકિટ પર ધારાસભ્ય બની ગયા, તેમની પર બીપી સિન્હાની હત્યાનો આરોપ લાગ્યો. રમણિકા કહે છે કે તેમણે કેટલીક વખત બીપી સિન્હાને ચેતવણી આપી હતી કે સૂર્યદેવ સિંહ તમારી માટે ખતરનાક હશે. તે એક હત્યારો છે, તેનાથી તમારે બચીને રહેવુ જોઇએ. બીપી સિન્હા આ વાત પર હસી કાઢતા હતા. સૂર્યદેવ સિંહ તે દિવસોમાં બીપી સિન્હાના ઘરે આવતા જતા રહેતા હતા. રમણિકા ગુપ્તાની આ વાતથી બીપી સિન્હાની પત્ની સહમત હતી, તેમની અંગ્રેજ પત્ની ડોરોથી કહેતા હતા કે રમણિકા સાચુ કહી રહી છે. બી કેરફુલ ઓફ હિમ. બીપી સિન્હાની પકડ અંતમાં પોતાના કાર્યકર્તાઓ પર નબળી પડતી રહી હતી, તેમના બીજા પત્ની ડોરોથી, જે તેમની પાર્ટની રોનક હતી, તેમની સાથે રમણિકાની મિત્રતા થઇ જતી હતી. ડોરોથી બીપી સિન્હાના કેટલાક મિત્રોને પસંદ કરતી નહતી. તે ડોરોથીને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરતા હતા. બાદમાં બીપી સિન્હાનો પાવર વધ્યા બાદ તમામ તેમનાથી ડરવા લાગ્યા હતા.
Advertisement