ગાંધીનગર: ગુજરાતની નવી વિધાનસભા ગત વિધાનસભાના મુકાબલે વધુ અમીર હશે. 2017ના મુકાબલે કરોડપતિ ધારાસભ્યોની સંખ્યામાં પણ વધારો થયો છે. પાંચ ધારાસભ્ય એવા છે જેમની પાસે 100 કરોડથી વધુની સંપત્તિ છે. હાર્દિક પટેલ નવી વિધાનસભાના સૌથી યુવા બે ચહેરામાં સામેલ છે. હાર્દિક પટેલ અને નરોડા બેઠક પરથી જીતેલા પાયલ કુકરાણીની ઉંમર 29 વર્ષ છે. નવી વિધાનસભામાં 2017ના મુકાબલે બળવાખોરોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.
Advertisement
Advertisement
ગુજરાતની નવી વિધાનસભામાં ચુંટાઇને આવેલા નવા ચહેરા કેટલા ભણેલા છે? નવા ચૂંટાયેલા ધારાસભ્યોની એવરેજ ઉંમર શું છે? કેટલા યુવા અને કેટલા વૃદ્ધ છે? કેટલા એવા ધારાસભ્ય છે જેમની પર ગુનાહિત કેસ ચાલી રહ્યા છે? કેટલા કરોડપતિ આ વિધાનસભામાં પહોચ્યા છે. આ તમામ માહિતી આપણે જાણીયે.
નવી વિધાનસભામાં એવરેજ ઉંમર 54 વર્ષ
નવી વિધાનસભાની એવરેજ ઉંમર 54 વર્ષ 4 મહિના કરતા વધુ છે. હાર્દિક પટેલ અને નરોડાથી ભાજપના ટિકિટ પર જીતેલા પાયલ કુકરાણીની નવી વિધાનસભાના સૌથી યુવા ચહેરા છે. બન્નેની ઉંમર 29 વર્ષ છે. રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા નવી વિધાનસભાની ત્રીજી સૌથી યુવા ધારાસભ્ય હશે. રિવાબાની ઉંમર 32 વર્ષ છે.
આ ત્રણેય સિવાય ડેડીયાપાડા બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર જીતેલા 34 વર્ષના ચૈતર વસાવા અને ગાંધીધામથી ભાજપની ટિકિટ પર જીતેલા 34 વર્ષના માલતી મહેશ્વરી પાંચ સૌથી યુવા ધારાસભ્યમાં સામેલ હશે જેમની ઉંમર 35 વર્ષથી ઓછી છે. 35થી 50 વર્ષ ઉંમરના કુલ 44 ઉમેદવાર ચૂંટણી જીત્યા છે. 74 નવા ચૂંટાયેલા ધારાસભ્ય એવા છે જેમની ઉંમર 50થી 60 વર્ષ વચ્ચે છે. 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના 59 ઉમેદવાર ચૂંટણી જીત્યા છે. જેમાં બેની ઉંમર 75 વર્ષથી વધારે છે. બન્ને ભાજપની ટિકિટ પર ચૂંટાયેલા છે. 79 વર્ષના ગોવિંદ પરમાર સૌથી વધુ ઉંમરના ધારાસભ્ય હશે.
38 ધારાસભ્ય પર ચાલી રહ્યા છે ગુનાહિત કેસ
નવી વિધાનસભાના આશરે 21 ટકા ધારાસભ્ય પર ગુનાહિત કેસ ચાલી રહ્યા છે. કુલ 38 ધારાસભ્યો પર કેસ ચાલી રહ્યા છે. ગત વિધાનસભાના મુકાબલે નવી વિધાનસભામાં બળવાખોરોની સંખ્યા ઘટી છે. 2017માં જીતેલા ધારાસભ્યોમાં 26 ટકા એટલે કે 47 બળવાખોર હતા.
પાંચ સૌથી ગુનાહિત ધારાસભ્યોમાં હાર્દિક, જિગ્નેશ અને અલ્પેશ સામેલ
ગુનાહિત ધારાસભ્યોમાં સૌથી વધુ 22 કેસ વીરમગામના ભાજપની ટિકિટ પર જીતેલા હાર્દિક પટેલ પર ચાલી રહ્યા છે. હાર્દિક પટેલ પછી સૌથી વધુ 10 કેસ કોંગ્રેસની ટિકિટ પર વડગામથી જીતેલા જિગ્નેશ મેવાણી પર ચાલી રહ્યા છે. કોંગ્રેસની ટિકિટ પર પાટણ બેઠક પરથી જીતેલા કિરીટ પટેલ (9 કેસ), આમ આદમી પાર્ટીની ટિકિટ પર ડેડિયાપાડા બેઠક પરથી જીતેલા ચૈતર વસાવા (8 કેસ) અને ભાજપની ટિકિટ પર ગાંધીનગર દક્ષિણથી જીતેલા અલ્પેશ ઠાકોર (છ કેસ) સૌથી ગુનાહિત પાંચ ચૂંટાયેલા ધારાસભ્યોમાં સામેલ છે.
કેટલા અમીર છે ગુજરાતના નવા ધારાસભ્ય
નવી વિધાનસભા માટે ચૂંટાયેલા ધારાસભ્યોની એવરેજ સંપત્તિ 16.86 કરોડ રૂપિયા છે. 182માંથી 152 નવા ધારાસભ્ય કરોડપતિ હશે. 2017ના મુકાબલે કરોડપતિ ધારાસભ્યોની સંખ્યામાં વધારો થયો છે. ગત વિધાનસભામાં 141 કરોડપતિ ધારાસભ્ય બન્યા હતા. આ વખતે તેમાં આશરે સાત ટકાનો વધારો થયો છે.
નવી વિધાનસભામાં માત્ર 30 ધારાસભ્ય એવા હશે જેમની સંપત્તિ એક કરોડ કરતા ઓછી છે. ભાજપના મોહનભાઇ કોંકણી નવી વિધાનસભામાં સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ધારાસભ્ય હશે. મોહનભાઇએ પોતાની ચૂંટણી સોગંદનામામાં કુલ 18.56 લાખ રૂપિયાની સંપત્તિ બતાવી છે. કુલ 11 ચૂંટાયેલા ધારાસભ્ય એવા છે જેમની સંપત્તિ 50 લાખ રૂપિયા કરતા ઓછી છે. જેમાંથી એક-એક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ટિકિટ પર જીત્યા છે. 9 ભાજપની ટિકિટ પર જીત્યા છે. કોંગ્રેસના સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ચૂંટાયેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે. જિગ્નેશ મેવાણી પાસે 35.48 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આમ આદમી પાર્ટીના ઓછી સંપત્તિ ધરાવતા ધારાસભ્ય સુધીર વાઘાણી પાસે 19.03 લાખ રૂપિયાની સંપત્તિ છે. સુધીર નવી વિધાનસભાના બીજા સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ધારાસભ્ય હશે.
આ પણ વાંચો: ગુજરાતમાં અહી ના ચાલ્યો મોદીનો જાદૂ, ભાજપ પાસેથી બેઠક છીનવનારા એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય કોણ છે?
સૌથી અમીર ધારાસભ્યોની વાત કરવામાં આવે તો નવી વિધાનસભામાં પાંચ એવા ધારાસભ્ય હશે જેમની સંપત્તિ 100 કરોડ રૂપિયા કરતા વધારે હશે. આ પાંચમાંથી ચાર ભાજપની ટિકિટ પર જીત્યા છે. જ્યારે એક અપક્ષ ધારાસભ્ય છે. ભાજપના જેએસ પટેલ નવી વિધાનસભાના સૌથી અમીર ધારાસભ્ય હશે, તેમની પાસે 661.28 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
કેટલા ભણેલા છે નવા ચૂંટાયેલા ધારાસભ્ય
નવી વિધાનસભામાં સાત ધારાસભ્ય સાક્ષર હશે. ચાર ધારાસભ્યએ પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. ચૂંટણી જીતેલા 16 ઉમેદવારોએ 8માં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે જ્યારે 36 ધારાસભ્ય 10મું પાસ છે. જેમાં રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પણ સામેલ છે. ચૂંટણી જીતેલા 30 ઉમેદવારે 12માં ધોરણ સુધી તો 35 ગ્રેજ્યુએટ થયેલા છે. 19 ધારાસભ્ય પાસે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી છે. છ પાસે અન્ય ડિગ્રીઓ છે. છ ધારાસભ્યએ પીએચડી કર્યુ છે.
Advertisement