ગાંધીનગર: અમદાવાદની જમાલપુર ખાડિયા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર ભૂષણ ભટ્ટને હરાવ્યા છે. ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ઉમેદવાર સાબીર કાબલીવાલા ત્રીજા સ્થાન પર રહ્યા હતા. આ મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારમાં ઇમરાન ખેડાવાલાને 58487 મત અને ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટને 44829 મત જ્યારે AIMIMના સાબીર કાબલીવાલાને 15677 મત મળ્યા છે. અમદાવાદ શહેરમાં જમાલપુર ખાડિયા કુલ 2.31 લાખ મતદારોમાંથી 65 ટકા એટલે કે 1,35,000 મુસ્લિમ સમાજના છે. આ જીત બાદ ઇમરાન ખેડાવાલા ગુજરાતના એકમાત્ર ધારાસભ્ય છે જે મુસ્લિમ છે.
જમાલપુર ખાડિયા બેઠક પર પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય સાબીર કાબલીવાલાએ 2012માં સમીર ખાન પઠાણ વિરૂદ્ધ અપક્ષ ચૂંટણી લડી હતી, તેમના વિધાનસભા ચૂંટણી લડવાને કારણે મુસ્લિમ વોટ વહેચાઇ ગયા હતા. જેનો ફાયદો ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર ભૂષણ ભટ્ટને થયો હતો અને તે ચૂંટણી જીતી ગયા હતા.
AIMIMની એન્ટ્રી પણ મત ના કાપી શકી
2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાએ આ બેઠક પર જીત મેળવી હતી. ભાજપના ભૂષણ ભટ્ટ બીજા સ્થાન પર રહ્યા હતા. સાબીર કાબલીવાલાએ અહીથી ચૂંટણી લડી નહતી. ઓવૈસીની પાર્ટી AIMIMના ઉમેદવાર તરીકે પણ પણ મુસ્લિમ મત ખાસ વહેચાયા નહતા જેને કારણે ઇમરાન ખેડાવાલાની જીત થઇ હતી.
અમદાવાદ શહેરની મુસ્લિમ વસ્તી ધરાવતી જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક પર અસદુદ્દીન ઓવૈસીની AIMIMના ચૂંટણી મેદાનમાં ઉતરવાની સાથે જ મુકાબલો ત્રિકોણીય કહેવામાં આવતો હતો. જોકે, વોટ ના વહેચાતા ઇમરાન ખેડાવાલાએ વારંવાર કહ્યુ કે AIMIM ભાજપની B ટીમ છે. લોકોને વિશ્વાસ અપાવ્યો કે જો મુસ્લિમ મત વહેચાયા તો ભાજપને ફાયદો થશે.
આ પણ વાંચો: મુખ્યમંત્રી પદેથી ભૂપેન્દ્ર પટેલે રાજીનામું આપ્યુ, 12 ડિસેમ્બરે શપથવિધિનો કાર્યક્રમ
65 ટકા મુસ્લિમ મતદાર
જમાલપુર ખાડિયામાં 65 ટકા એટલે કે 1,35000 મતદાર મુસ્લિમ સમાજના છે જ્યારે હિન્દૂ મતદાર 70 હજાર છે. આ એવો ચૂંટણી વિસ્તાર છે જેની પર AIMIMએ ખાસ ધ્યાન આપ્યુ હતુ. પાર્ટીએ 2021 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગુજરાતના રાજકારણમાં પગ મુક્યો હતો. ગુજરાતમાં 11 ટકા મુસ્લિમ મતદાર છે. એક ડઝન બેઠક પર મુસ્લિમ વોટર્સ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સાથે જ 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં 30 બેઠક એવી હતી જ્યા મુસ્લિમ વસ્તી 15 ટકા કરતા વધારે છે. આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ, AAP અને ઓવૈસીની AIMIM પાર્ટી તરફથી મુસ્લિમ ઉમેદવારોને ઉભા રાખવામાં આવ્યા હતા. ભાજપ તરફથી કોઇ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નહતી.
કોંગ્રેસે 6 મુસ્લિમ મતદાર ઉતાર્યા હતા
ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી આ વખતે 6 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી. બીજી તરફ આમ આદમી પાર્ટીએ 3 મુસ્લિમ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપ તરફથી કોઇ પણ મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યો નહતો. ઓવૈસીની પાર્ટીએ પણ કેટલાક મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી 3 મુસ્લિમ ઉમેદવાર ચૂંટણી જીતીને વિધાનસભા પહોચ્યા હતા.