અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા વિધાનસભા ચૂંટણીથી પહેલા લોભામણો વચનોનો વરસાદ કર્યા પછી તે પ્રશ્ન ઉભા થવા લાગ્યા છે કે શું રાજ્યમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપા) પણ મતદાતાઓને રિઝવવા અને સત્તા પર પોતાની પકડ બનાવી રાખવા માટે આવી જ કેટલીક રાજકીય જાહેરાતો કરશે. રાજકીય નિષ્ણાતો અનુસાર, પાર્ટીઓ મોટા-મોટા વાયદાઓ કરી રહી છે કેમ કે તેઓ કંઈ પણ પોતાના ખિસ્સામાંથી આપી રહી નથી અને આ વાયદાઓને પૂરા કરવા માટે અંતે તો કરદાતાઓના પૈસાથી જ પૂરા કરવામાં આવશે.
Advertisement
Advertisement
ભાજપે અત્યાર સુધી એવું વલણ અપનાવ્યું છે કે તે લોકોને ‘મફતની રેવાડી’નું વિતરણ કરવાની સ્પર્ધામાં સામેલ નથી અને મતદારોને ‘આપ’ના ઝાંસામા ના પડવા માટે ચેતવણી આપી છે.
AAP ગુજરાતની રાજનીતિમાં અપેક્ષાકૃત નવી પાર્ટી છે. તેનું સંપૂર્ણ અભિયાન ભાજપાને સત્તાથી બહાર કરવા અને વર્ષના અંતમાં થનાર વિધાનસભા ચૂંટણીમાં મજબૂત પ્રદર્શન કરવા માટે વિશાળ મતદારોને આકર્ષક વચનો આપવા પર કેન્દ્રિત છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દર મહિને 300 યૂનિટ ફ્રિ વિજળી, સરકારી શાળાઓમાં ફ્રિ શિક્ષા, બેરોજગારી ભથ્થું, મહિલાઓને 1000 રૂપિયાનું ભથ્થું અને નવા વકીઓને માસિક વેતન આપવા જેવી અનેક છૂટછાટો આપવાનો આશ્વસન સાથે પોતાની પાર્ટીના અભિયાનની શરૂઆત કરી છે.
જ્યારે પણ કેજરીવાલ ગુજરાત આવે છે, મતદાતાઓને ઓછામાં ઓછી એક નવી ગેરંટી આપીને જાય છે.
આપને માત આપવાની કવાયતમાં કોંગ્રેસ પણ મતદાતાઓને રિઝવવા માટે અને સત્તામાં પરત ફરવા માટે પોતાના લાંબા ઈંતજારને ખત્મ કરવા માટે લોભાવના વાયદાઓ લઈને આવી છે.
આ પણ વાંચો- MP: ચિત્તાઓના શોર-શરાબા વચ્ચે દટાતું ‘કાળું સત્ય’, આસ-પાસના ગામડાઓમાં ગંભીર કુપોષણ અને ભયંકર ગરીબી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેટલાક દિવસો પહેલા રાજ્યમાં એક રેલીને સંબોધિત કરતાં વાયદો આપ્યો હતો કે તેમની પાર્ટી લોકોને તેઓ બધી જ છૂટછાટ આપશે, જેની આમ આદમી પાર્ટી વચનો આપી ચૂકી છે.
તે ઉપરાંત કોંગ્રેસે 500 રૂપિયામાં એલપીજી (રસોઈ ગેસ) સિલેન્ડર ફ્રિ આપવા, કોવિડ-19ના પીડિતોના પરિજનોને ચાર-ચાર લાખ રૂપિયાનું વળતર આપવા અને ખેડૂતોની ત્રણ લાખ રૂપિયાની લોન માફ કરવાનું વચન આપ્યું છે.
હવે બધાની નજરો ભાજપા ઉપર ટકેલી છે અને મોટો પ્રશ્ન તે છે કે ગુજરાતમાં બે દશકાઓથી વધારે સમયમાં સત્તામાં બેસેલી ભાજપા પણ મતાદાતાઓને લોભાવવા માટે મુફ્તની રેવડીઓને વહેંચવાની દોડમાં સામેલ થશે કે પછી તે કોઈ લગ રસ્તો અપનાવશે. ગુજરાતના મતદાતાઓ આતુરતાથી રાહ જોઈને બેસ્યા છે કે ભાજપ તેમને શું વચનો આપશે.
અમદાવાદ નિવાસી કોમલ ચિડવાનીએ કહ્યું, “આ વખતે અમારા પાસે વિકલ્પ છે કે જે પણ વધારે વાયદાઓ કરશે તેને વોટ આપી દઈશું. આ વાયદાઓના કારણે અંતિમ વિકલ્પને પસંદ કરવો મુશ્કેલ થશે.”
રાજકીય નિષ્ણાત હરિ દેસાઈએ કહ્યું, “બધી જ પાર્ટીઓ મુફ્તની રેવડીઓ વહેંચી રહી છે. ભાજપ પહેલા આવું કરી ચૂકી છે. પાર્ટીઓ કંઈ પણ પોતાના ખિસ્સામાંથી આપતી નથી, તેથી તેમના માટે મોટા વચનો આપવા સરળ છે.”
તેમણે કહ્યું કે ભાજપ અને કોંગ્રેસનો મતદારોનું સમર્થન મેળવવા વચનો આપવાનો ઇતિહાસ રહ્યો છે.
હરિ દેસાઈ અનુસાર, ભાજપા નેતા કહે છે કે નિશુલ્ક રસી, ગરીબોને ફ્રિ રાશન આપી રહ્યાં છે. તેમણે કરદાતાઓને પૈસાથી આવું કર્યું છે. જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી તો તેને ખેડૂતોના દેવા માફ કર્યા હતા અને અન્ય કેટલીક મુફ્તની રેવડીઓ વહેંચી હતી.
તેમણે કહ્યું, ગુજરાતમાં મુફ્તની રેવડીઓ વહેંચવાની જાહેરાતો શરૂ કરનારા આપના નેતૃત્વમાં પંજાબ સરકારની સ્થિતિ જૂઓ. તે સરકારી કર્મચારીઓને સમયસર પગાર આપી શકી રહી નથી.
દેસાઈએ મતદારોને સતર્ક રહેવાની અને રાજકીય પક્ષોના ચૂંટણી પૂર્વેના વચનોનો શિકાર ન બનવાની સલાહ આપી હતી.
Advertisement