વૉશિંગ્ટન: ટેસ્લા કંપનીના CEO એલન મસ્કે ટ્વીટર ડીલને લઇને એક મોટી યોજના બનાવી છે, તેમની આ યોજના બાદ ટ્વિટરના કર્મચારીઓની નોકરી પર ખતરો મંડરાવવા લાગ્યો છે, તેમણે આ ડીલને લઇને વાત કરતા રોકાણકારોને કહ્યુ કે તે કંપનીના 7,500માંથી 75 ટકા કર્મચારીઓને બહાર કરી શકે છે. હવે આ યોજના સામે આવ્યા બાદ કંપનીમાં હલચલ જોવા મળી રહી છે. જોકે, ટ્વીટર ઇંકે આ રિપોર્ટ્સને લઇને કહ્યુ કે કંપનીની છંટણીની કોઇ યોજના નથી.
Advertisement
Advertisement
ટ્વીટરના જનરલ કાઉન્સિલ સીન એડગેટે કહ્યુ કે તેમની પાસે ખરીદદારની યોજનાઓની કોઇ પૃષ્ટી નથી. સાથે જ તેમણે અફવા અથવા લીક થયેલા દસ્તાવેજો પર ધ્યાન ના આપવા કહ્યુ છે. વોશિંગ્ટન પોસ્ટે ઇંન્ટરવ્યૂ અને ડૉક્યૂમેન્ટનો હવાલો આપતા છટણીની જાણકારી આપી છે. રિપોર્ટ અનુસાર આવનારા મહિનામાં નોકરીમાં કાપની આશા છે, પછી કંપનીનો માલિક કોઇ પણ હોય. ટ્વીટરના વર્તમાન મેનેજમેન્ટે આવતા વર્ષના અંત સુધી કંપનીના પેરોલમાં આશરે 80 કરોડ ડૉલરનો કાપ મુકવાની યોજના બનાવી છે. સોશિયલ મીડિયા કંપનીના HRએ કર્મચારીઓને કહ્યુ કે તે મોટા પાયે છંટણીની યોજના નથી બનાવી રહ્યા પરંતુ દસ્તાવેજોએ કર્મચારીઓને બહાર કાઢવા અને પાયાના ઢાંચાના ખર્ચમાં કાપ મુકવાની વ્યાપક યોજના બનાવી છે.
ડીલને લઇને ઉત્સાહિત છે એલન મસ્ક
એલન મસ્કે 20 ઓક્ટોબરે કહ્યુ હતુ કે તે ટ્વીટર ડીલને લઇને ઉત્સાહિત છે, તેમણે કહ્યુ કે તે આ ડીલને લઇને એક્સાઇટેડ છે. જોકે, આ સોશિયલ મીડિયા કંપની માટે વધુ ચુકવણી કરી રહ્યા છે. પહેલા 44 અબજ ડૉલરના સોદા પાછળ હટવાના પ્રયાસ બાદ હવે એલન મસ્કે તેને 54.20 ડૉલર પ્રતિ શેર ખરીદવાની ઓફર આપી છે.
આ પણ વાંચો: દૂબઇ-સિંગાપુર કરતા પણ મોંઘુ થયુ અમદાવાદ-પટણાનું ભાડુ, એરલાઇન્સે 3 ગણા ભાવ વધાર્યા
ટ્વીટર કર્મચારીઓની ચિંતામાં વધારો
એલન મસ્કે કહ્યુ હતુ કે આ પ્લેટફોર્મ મોટુ બની શકે છે અને તેમાં વિકાસની અવિશ્વસનીય ક્ષમતા છે. જોકે, હવે તેમના કર્મચારીઓની છટણી બનાવવાની યોજના સામે આવ્યા બાદ ટ્વીટરના કર્મચારીઓની ચિંતા વધી ગઇ છે. ટ્વિટર ડીલને લઇને મસ્કને કાયદા વિવાદ ચાલી રહ્યો છે. તે પહેલા તેની પાછળ પણ હટી ચુક્યા છે.
Advertisement