નવી દિલ્હી: દિવાળી અને છઠ્ઠમાં ઘરે જવુ છે તો તમારે ખિસ્સા ખાલી કરવા પડશે. ટ્રેનમાં કન્ફોર્મ ટિકિટ મળતી નથી અને ફ્લાઇટથી જવુ છે તો ભાડુ તમારા પરસેવા છોડાવી દેશે. ફ્લાઇટના કેટલાક રૂટ તો એવા છે જ્યા ફ્લાઇટનું ભાડુ ત્રણ ગણુ વધી ગયુ છે. એર લાઇન કંપનીઓ આ રીતની તકને ઝડપવામાં લાગી છે.
Advertisement
Advertisement
જે રૂટ પર હવાઇ ભાડુ ત્રણ ગણુ વધી ગયુ છે જેમાં દિલ્હી, મુંબઇ, કોલકાતા અને પટણાની ટિકિટ સામેલ છે. એર લાઇન કંપનીઓનું ઓફ પીક સીઝન જોઇએ તો તેના હિસાબથી આ રૂટ્સ પર ભાડામાં ત્રણ ગણા કરતા વધુનો વધારો થયો છે. ફેસ્ટિવલ સીઝનને કારણે આ ભાડામાં અનેક ગણો વધારો થયો છે. એક્સપર્ટનું માનવુ છે કે આ વધારો જલ્દી ખતમ થવાનો નથી કારણ કે લોકો અત્યારે ઘરે જવા માંગે છે અને તે દિવાળી-છઠ્ઠ વિતાવીને પરત ફરશે.
ક્યા કેટલુ છે ભાડુ
દેશના અન્ય શહેર જેમ કે અમદાવાદ, સૂરત, હૈદરાબાદ, ચેન્નાઇ, બેંગલુરૂ, ચંદીગઢ, જયપુરની ટિકિટના ભાવમાં પણ વધારો થયો છે. અમદાવાદથી પટણાનું ભાડુ 13,986 રૂપિયા છે જ્યારે અમદાવાદથી દૂબઇનું ભાડુ તેના કરતા સસ્તુ 10,874 રૂપિયા છે. અત્યારે દિલ્હી અને મુંબઇથી પટણાનું ભાડુ શારજાહના ભાડા કરતા પણ વધારે છે જે 11000 રૂપિયા છે. આ રીતે દિલ્હીથી બેંગકોંકનું ભાડુ 10500 રૂપિયા છે જ્યારે પટણાનું 14000 રૂપિયાએ પહોચી ગયુ છે. દિલ્હીથી સિંગાપુરનું ભાડુ 13 હજાર રૂપિયા છે. જોકે, આ ટિકિટના ભાડામાં વધારો થયો છે. અમદાવાદથી પટણાનું ભાડુ 13,986 રૂપિયા પહોચી ગયુ છે.
અમદાવાદથી પટણાની ફ્લાઇટ- 13,986 રૂપિયા
અમદાવાદથી લખનઉંની ફ્લાઇટ- 7,056 રૂપિયા
અમદાવાદથી દૂબઇની ફ્લાઇટ- 10,874 રૂપિયા
અમદાવાદથી સિંગાપુરની ફ્લાઇટ-13406 રૂપિયા
મુંબઇથી પટણાની ફ્લાઇટ-20,000 રૂપિયા
કોલકાતાથી પટણા-10500 રૂપિયા
કેમ વધ્યુ ફ્લાઇટનું ભાડુ
હવાઇ ભાડામાં વધારાનું મુખ્ય કારણ ટ્રેનની કમી અથવા કન્ફોર્મ સીટની કમી છે. જેને કારણે લોકો ફ્લાઇટ પકડી રહ્યા છે. એર લાઇન કંપની આ તકનો ફાયદો ઉઠાવી રહી છે. સાથે તેલના ભાવમાં પણ વધારાની વાત કહેવામાં આવી રહી છે. ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ લાંબી છે અને તત્કાલ ટિકિટ મળતી નથી.
Advertisement