અંબાજી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજીમાં જાહેર સભાને સંબોધિત કરી હતી. આ પહેલા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. પીએમ મોદીએ બનાસકાંઠામાં વિકાસકાર્યોની ભેટ આપી હતી. વડાપ્રધાન બનાસકાંઠામાં આવાસ, રોડ નિર્માણ તેમજ રેલવેના કુલ 6909 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
Advertisement
Advertisement
આપણે બધાએ વિકાસ અને પ્રગતિના નવા શિખરો સર કરવા છે. આજે દુનિયામાં લોકોનું ભારત માટેનું આકર્ષણ વધ્યુ છે. આ મોકો જતો કરાય, આ તક જતી કરાય, મહેનત કરવી પડે કે ના કરવો પડે, વિકાસ
PM મોદીએ અંબાજીમાં સભા સંબોધતા કહ્યુ કે, બનાસકાઠામાં દીકરીઓનું શિક્ષણ ઓછું જોઇને પીડા થતી હતી. બનાસકાંઠાની બહેનોએ મારી અપીલ સ્વીકારીને દીકરીઓને ભણાવી. નારીનું સમ્માન આપણા સંસ્કારોમાં છે. જે અંબાજી આવે તે 2-3 દિવસ રોકાઇ જાય તેવી વ્યવસ્થા કરવી છે. તારંગા હિલનો પણ વિકાસ થશે. ટ્રેન ચાલશે તો વધુમાં વધુ યાત્રી અહી આવશે.
દેશ જ્યારે ગુલામ હતો, અંગ્રેજ જ્યારે રાજ કરતા હતા, અંગ્રેજોના જમાનામાં આ રેલ લાઇન બનાવવાનો નિર્ણય અંગ્રેજોએ 1930માં કર્યો હતો. ફાઇલો પડી હતી, તેની પરિકલ્પના અંગ્રેજોના જમાનામાં રેલ લાઇનનું કેટલુ મહત્વ હતુ. ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે હું તેની પાછળ લાગેલો હતો. અમારૂ સૌભાગ્ય છે જ્યારે દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યુ છે ત્યારે માતાના ચરણોમાં સમર્પિત કરવાનો અવસર આપ્યો છે. આ રેલ લાઇનથી જામ અને બીજી સમસ્યાથી મુક્તિ મળશે અને માર્બલ ઉદ્યોગને બળ મળશે.
નવા ઘરમાં દિવાળી ઉજવાશે- પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા કહ્યુ કે, બનાસકાંઠાની સાથે સાથે ગુજરાતના અનેક જિલ્લાને હજારો કરોડો રૂપિયાની યોજનાઓની ભેટ આપવાની તક મળી. આજે 45 હજારથી વધુ ઘરના લોકાર્પણ અને શિલાન્યાસ ભેગા કરીએ તો 61 હજાર, આ બધા લાભાર્થીઓને શુભકામના પાઠવુ છુ.આ વખતે તમારા બધાની દિવાળી નવા ઘરમાં ઉજવાશે, તમારા ખુદના ઘરમાં ઉજવાશે. તહેવારોમાં નવુ ઘર મળે તેનો આનંદ અનોખો હોય છે.
Advertisement