નવી દિલ્હી: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જર્મનીની લુફથાંસા વિમાનમાંથી ઉતારવાની ઘટનામાં હવે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું નિવેદન સામે આવ્યુ છે.
Advertisement
Advertisement
આ ઘટનાની તપાસની માંગ કરવામાં આવી રહી છે જેની પર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યુ કે આ ઘટના જર્મનીમાં બની હતી, જેની માટે આપણે પહેલા તથ્યોની તપાસ કરવી પડશે, મને મોકલવામાં આવેલા અનુરોધના આધાર પર હું નિશ્ચિત રીતે તેની પર વિચાર કરીશ.
ભગવંત માનને ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર દિલ્હી આવનારા વિમાનમાંથી વધુ નશામાં હોવાને કારણે ઉતારવામાં આવ્યા હતા જે બાદ આ આરોપો પર તપાસ કરાવવાના સંકેત નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપ્યા છે.
આ પહેલા વિપક્ષી પાર્ટી શિરોમણી અકાલી દળે ભગવંત માન પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે તેમણે ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર દિલ્હી જતી ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા કારણ કે તે નશામાં હતા. જોકે, આમ આદમી પાર્ટીએ આ આરોપોને ફગાવી દીધા હતા.
દુનિયાભરના પંજાબીઓને શરમજનક સ્થિતિમાં મુક્યા
સુખબીર બાદલે માન પર વિશ્વભરના પંજાબીઓને શરમજનક સ્થિતિમાં મુકવાનો આરોપ લગાવ્યો હતો. સુખબીર બાદલે ટ્વીટમાં લખ્યુ, “સહ-યાત્રીઓના હવાલાથી પરેશાન કરનારી મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને લુફથાંસાની ફ્લાઇટમાં એટલા માટે ઉતારવામાં આવ્યા કારણ કે તેમણે એટલો દારૂ પીધો હતો કે તે ચાલી પણ શકતા નહતા અને ફ્લાઇટ ચાર કલાક મોડી પડી હતી. તે આપના રાષ્ટ્રીય અધિવેશનમાં પણ જઇ શક્યા નહતા. આ સમાચારોએ શર્મસાર કર્યા છે અને વિશ્વભરના પંજાબીઓની શર્મિંદા કર્યા છે.
AAPએ શું કહ્યું?
વિપક્ષના આરોપો પર મુખ્યમંત્રી ભગવંત માનના કાર્યાલયનું કહેવુ છે કે અસ્વસ્થ હોવાને કારણે તેમણે દિલ્હી પરત ફરવામાં મોડુ થયુ હતુ. આમ આદમી પાર્ટીએ વિપક્ષ પર દુષ્પ્રચાર ફેલાવવા માટે પલટવાર કર્યો છે. આપના પ્રવક્તા મલવિંદર સિંહ કાંગે તેને વિપક્ષી દળોનો પ્રોપગેન્ડા ગણાવ્યો છે અને સુખબીર બાદલ અને કોંગ્રેસને ખોટા આરોપો લગાવવા માટે માફીની માંગ કરી છે.
લુફથાંસા એરલાઇન્સે પણ આપ્યો જવાબ
લુફથાંસા એરલાઇન્સ તરફથી પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. એક યૂઝરે કંપનીને ટ્વિટર પર ટેગ કરતા પૂછ્યુ કે શું એક ભારતીયના નશામાં હોવાથી નિર્ધારિત ઉડાનમાં મોડુ થવા માટે સંભવિત ખતરો બન્યો? જવાબમાં લુફથાંસા એરલાઇન્સે લખ્યુ, “આવનારી ઉડાનમાં મોડુ અને એક વિમાન પરિવર્તનને કારણે ફ્રેન્કફર્ટથી દિલ્હી માટે અમારી ઉડાન નિર્ધારિત શેડ્યૂલથી મોડી રવાના થઇ હતી.
Advertisement