કોલકાતા: તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનરજીના નિવેદને વિરોધી જૂથ જ નહી પણ તેમની પાર્ટીના નેતાઓને પણ ચોકાવી દીધા છે. મમતા બેનરજીએ કહ્યુ કે તેમણે નથી લાગતુ કે બંગાળમાં કેન્દ્રીય એજન્સીઓ પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ છે. મમતા બેનરજીએ આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓનો એક તબક્કો પોતાના હિતને સાધવા માટે એજન્સીઓનો દૂરઉપયોગ કરી રહ્યો છે. મમતા બેનરજીએ એમ પણ કહ્યુ કે આપણામાંથી ઘણા લોકો નથી જાણતા કે CBI હવે પીએમઓ નહી પણ ગૃહ મંત્રાલયને રિપોર્ટ કરે છે. 2014થી મોદી સરકારની ટિકાકાર રહેલા મમતાના નિવેદનથી અંદાજો લગાવી શકાય છે કે તેમણે પીએમ મોદીને એક રીતે ક્લીનચિટ આપીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યુ છે.
Advertisement
Advertisement
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં કેન્દ્રીય તપાસ એજન્સીઓની બળજબરી વિરૂદ્ધ એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવના પક્ષમાં 189 અને વિરોધમાં 69 મત પડ્યા હતા. આ દરમિયાન મમતાના નિવેદને દરેકને ચોકાવી દીધા હતા. મમતાએ કહ્યુ, દરરોજ, ભાજપના નેતાઓ તરફથી વિપક્ષી દળોના નેતાઓને સીબીઆઇ અને ઇડી પાસે ધરપકડ કરાવવાની ધમકી આપવામાં આવી રહી છે. શું કેન્દ્રીય એજન્સીઓએ દેશમાં આ રીતના કામ કરવા જોઇએ? મને નથી લાગતુ કે તેની પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે પરંતુ કેટલાક ભાજપના નેતા છે જે પોતાના હિત માટે સીબીઆઇ અને ઇડીનો દૂરઉપયોગ કરી રહ્યા છે.
CBI ખરાબ નથી
મમતાએ કહ્યુ કે સીબીઆઇ, જે વડાપ્રધાન કાર્યાલયને રિપોર્ટ કરતી હતી હવે તે કેન્દ્રીય ગૃહમંત્રાલયના અધિકાર ક્ષેત્રમાં છે. જોકે, આ પહેલા મમતા બેનરજી આરોપ લગાવી ચુક્યા છે કે પીએમ મોદી સીબીઆઇ અે ઇડીના રાજકીય વિરોધીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરાવી રહ્યા છે.
ભાજપનો આરોપ છે કે મમતા બેનરજી પીએમ મોદી અને પાર્ટીના નેતાઓ વચ્ચે ટકરાવ ઉભો કરવાનો પ્રયાસ કરી રહી છે. વિરોધ પક્ષના નેતા સુવેંદુ અધિકારીએ દાવો કર્યો કે મુખ્યમંત્રી મમતા બેનરજી વડાપ્રધાનની પ્રશંસા કરીને પાર્ટીના અન્ય નેતાઓ પર આરોપ લગાવી ભાજપમાં ટકરાવ ઉભો કરવાનો પ્રયાસ કરી રહી છે.
મમતા અને ભાજપ વચ્ચે સાઇલન્ટ અંડરસ્ટેન્ડિંગ
મમતા બેનરજીની ટિપ્પણી પર વિપક્ષ પણ પ્રહાર કરી રહ્યુ છે અને તેને ટીએમસી- ભાજપ વચ્ચે સાઇલન્ટ અંડરસ્ટેન્ડિંગ ગણાવી રહ્યુ છે. મમતા બેનરજીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ કહ્યુ કે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મૌન સમજ સામે છે. આ કોઇ વ્યક્તિ વિરૂદ્ધ નહી પણ એક વિચારધારા વિરૂદ્ધ લડાઇ છે. તૃણમૂલ કોંગ્રેસ વિપક્ષી જૂથની સૌથી નબળી કડી રહી છે.
Advertisement