મુંબઇ: મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શન સેલે ડી ગેન્ગ વિરૂદ્ધ પોતાની કાર્યવાહી ઝડપી કરી છે. મુંબઇમાં દાઉદ ગ્રુપના 5 સક્રિય સભ્યની મુંબઇ પોલીસે તપાસ એજન્સીઓ સાથે મળીને ધરપકડ કરી છે. બળજબરી વસૂલી મામલે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ ગ્રુપ સાથે જોડાયેલા 5 લોકોની ધરપકડ કરી છે. સૂત્રો અનુસાર દાઉદના બન્ને સભ્યોએ વેપારી પાસે રોલ્સ રોયસ કારની માંગ કરી હતી.
Advertisement
Advertisement
મેમાં છોટા શકીલની ધરપકડ કરાઇ હતી
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ મોટી કાર્યવાહી કરતા છોટા શકીલની મે મહિનામાં ધરપકડ કરી હતી. તે બાદથી મુંબઇ પોલીસે ડી ગેન્ગ પર શકંજો કસવાનું શરૂ કરી દીધુ હતુ. કેટલાક દિવસ પહેલા જ દાઉદ ગ્રુપના અન્ય એક ગુર્ગા ગેન્ગસ્ટર રિયાઝ ભાટીની મુંબઇ પોલીસે ધરપકડ કરી હતી.
શું છે આરોપીઓના નામ?
ધરપકડ કરાયેલા 5 આરોપીઓના નામ અજય ગોરાસિયા, ફિરોજ ચમડા, સમીર ખાન, અમજદ રેડકર અને એક અજાણ્યો શખ્સ છે જેનું નામ હજુ સુધી ખબર પડી નથી. સૂત્રોએ જણાવ્યુ કે ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ અનુસાર, વધુ જાણકારી માટે ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: હિન્દૂ ધર્મને બદનામ કરનારાઓેએ મોહમ્મદ માનિક-અશરફની સ્ટોરી જરૂર વાંચવી જોઇએ
(MCOCA) પણ લગાવવામાં આવ્યો
સલીમ ફ્રૂટ અને રિયાઝ ભાટી પર MCOCA પણ લગાવવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ પોલીસના રડાર પર હજુ પણ ડી ગેન્ગ સાથે જોડાયેલા સભ્ય છે. મુંબઇથી ધીમે ધીમે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમનો પ્રભાવ ધીમે ધીમે ખતમ થવા જઇ રહ્યો છે. પોલીસની સાથે સાથે તપાસ એજન્સીઓ પણ આ લોકોનો ખાત્મો કરવામાં લાગેલી છે. મુંબઇની પોલીસ સતત ડી ગેન્ગ પર નજર રાખી રહી છે.
Advertisement