રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. રાજકોટમાં ભારે માત્રામાં વિસ્ફોટક ચોરી થતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ ગઇ છે. ચોરીની આ ઘટના લપસારી વિસ્તારમાં આવેલી એક ક્રશર ફેક્ટરીમાં બની હતી. અહીથી જિલેટિનની 1600 લાકડી, બ્લાસ્ટિંગ કૈપ અને 1500 મીટર તાર ગાયબ છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી, બીજી તરફ SOG અને ATSએ પણ તપાસ શરૂ કરી હતી.
Advertisement
Advertisement
પોલીસની ટીમ આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાને તપાસી રહી છે જેનાથી ગુનેગારોને ઓળખી શકાય. ગુનેગારોએ આ વિસ્ફોટકોની ચોરી કેમ કરી, પોલીસ તેના સંભવિત કારણો શોધી રહી છે. સાથે જ ફેક્ટરીના કર્મચારીઓની પૂછપરછ કરી રહી છે. આસપાસના વિસ્તારના પોલીસ ઇન્ચાર્જને ઘટના મામલે જાણકારી આપવામાં આવી છે, તેમણે કહેવામાં આવ્યુ કે કોઇ પણ જો શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો તુરંત જાણ કરો, પોલીસે કેસ દાખલ કરી લીધો છે.
આ પણ વાંચો: વાંસદાના ધારાસભ્ય પર હુમલાના સમર્થનમાં હજારો લોકો ભેગા થયા, રાહુલ ગાંધીએ કરી ટિકા
રાજકોટમાં ઝોન 1ના એસીપી બીવી જાધવે જણાવ્યુ કે ક્રશર ફેક્ટરીમાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસની ટીમે વિસ્ફોટક જપ્ત કરવા માટે તપાસ વધારી છે. પોલીસે ઘટનાસ્થળની સમીક્ષા કરી છે. જિલેટિનની 1600 સ્ટિક ગાયબ છએ. બીજી તરફ બ્લાસ્ટિંગ કૈપ પણ ચોરી થઇ છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવામાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કેટલાક નેતા રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. એવામાં વિસ્ફોટક ચોરી થતા પોલીસ દોડતી થઇ છે.
Advertisement