સમરકંદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શંઘાઇ સહયોગ સંગઠન (SCO)ના શિખર સમ્મેલનને હિન્દીમાં સંબોધિત કર્યુ હતુ. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં તમામ SCO દેશોમાં સારા ટ્રાંસિટ તાલમેલનો મુદ્દો ઉઠાવ્યો હતો, તેમણે ભારતને સારૂ વ્યાપાર ક્ષેત્ર બનાવવાનો સંકલ્પ પણ દોહરાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યુ કે ભારત સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા છે અને ટૂંક સમયમાં દેશ મેન્યુફેક્ચરિંગ હબ બની જશે. પીએમ મોદી આ બેઠક પછી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરશે, જેની પર તમામની નજર છે. પીએમ મોદી આ સાથે ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસી, ઉજબેકના રાષ્ટ્રપતિ શૌકત મિર્જિયોયેવ સાથે પણ ચર્ચા કરશે.
Advertisement
Advertisement
પીએમ મોદીએ SCO સમિટને સંબોધિત કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SCO સમિટને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે હિન્દીમાં પોતાનું ભાષણ આપ્યુ હતુ. પીએમ મોદીએ કહ્યુ કે, આ વર્ષે ભારતની અર્થવ્યવસ્થાના 7.5 ટકાના દરથી વધવાની આશા છે. મને ખુશી છે કે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થામાંથી એક છે. પીએમ મોદીએ કહ્યુ, દરેક સેક્ટરમાં ઇનોવેશનું સમર્થ કરી રહ્યા છીએ. આજે ભારતમાં 70 હજારથી વધારે સ્ટાર્ટઅપ છે, જેમાં 100થી વધારે યૂનિકૉર્ન છે. આ ક્ષેત્રમાં અમારો અનુભવ SCO દેશના કામમાં આવી શકે છે. આ ઉદ્દેશ્યથી અમે SCO સભ્ય દેશો સાથે અનુભવ શેર કરવા માટે તૈયાર છીએ.
ઉજબેકિસ્તાનના સમરકંદમાં શંઘાઇ સહયોગ સંગઠન (SCO) શિખર સમ્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને SCO અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના મુખ્ય નેતાઓએ એક ગ્રુપ તસવીર પણ ખેચાવી હતી.
રશિયાનો પાકિસ્તાન પ્રેમ
અમેરિકાની ચેતવણી છતા ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યુ છે, બીજી તરફ રશિયાએ ઉજબેકિસ્તાનમાં યોજાઇ રહેલી SCO મીટિંગમાં પાકિસ્તાન પ્રેમ બતાવીને ભારતની ચિંતા વધારી દીધી છે. ભારતને પોતાનો સૌથી ખાસ મિત્ર ગણાવનારા રશિયા એસસીઓ સમિટીમાં પાકિસ્તાન સાથે મિત્રતા વધારતુ જોવા મળ્યુ હતુ. સમિટ દરમિયાન બન્ને દેશના પ્રમુખોએ દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી.
બન્નેની ખાસ મુલાકાત દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યુ કે સાઉથ ઇસ્ટ એશિયામાં પાકિસ્તાન અમારૂ વિશ્વસનીય પાર્ટનર બની શકે છે તો પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફે કહ્યુ કે રશિયા સુપર પાવર છે અને અમે તેમની સાથે મિત્રતા વધારવા માંગીએ છીએ.
Advertisement