કોલકાતા: પશ્ચિમ બંગાળ સચિવાલય સુધી ભાજપની નબન્ના ચલો રેલીના એક દિવસ પછી મમતા બેનરજીએ BJP પર પ્રહાર કર્યા છે. આ દરમિયાન તેમણે કહ્યુ કે નબન્ના ચલો રેલી માટે ભાજપ રાજ્યની બહારથી બોમ્બથી લેસ ગુંડાઓને લઇને આવી હતી. સાથે જ તેમણે કહ્યુ કે પોલીસ હિંસક ભાજપના પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવી શકતી હતી પરંતુ પોલીસ અને સરકારે સંયમ રાખ્યો. આ દરમિયાન પોલીસે શાંતિપૂર્ણ રીતે સ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ ટિપ્પણી પૂર્વી મેદિનીપુરની બેઠકમાં કરી છે.
Advertisement
Advertisement
કોલકાતામાં BJP પાર્ટીની નબન્ના ચલો રેલી દરમિયાન કાર્યકર્તાઓની પોલીસ સાથે અથડામણ થઇ હતી જેને જવાબી કાર્યવાહી કરતા ટિયર ગેસ અને પાણીનો મારો ચલાવ્યો હતો. મુખ્યમંત્રી મમતા બેનરજીએ આરોપ લગાવતા કહ્યુ કે ભાજપે બીજા રાજ્યના લોકોને લાવીને ગુંડાગર્દી કરી છે, જેમાં કેટલાક પોલીસ કર્મી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દરમિયાન મમતા બેનરજીએ કહ્યુ કે અમે આંદોલન નથી રોક્યો. એક લોકતાંત્રિક દેશમાં તમામને વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે પરંતુ આંદોલનના નામ પર બેગમાં બોમ્બ અને બંદૂક લાવવામાં આવી હતી, આ યોગ્ય નથી.
CM મમતાએ ઘાયલ પોલીસ કર્મીના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી
મુખ્યમંત્રી મમતા બેનરજીએ ઘાયલ પોલીસ કર્મીઓના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે, તેમણે કહ્યુ, હું ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરૂ છુ, એવામાં જે લોકોએ આંદોલનના નામ પર હિંસા ફેલાવવાનું કામ કર્યુ, બીજી તરફ કાયદો તેમના વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરશે. સાથે જ કહ્યુ કે રાજનીતિમાં ખરાબ કામ કરવુ શોભા નથી આપતુ. પોલીસ આ મામલે ઝડપથી કાર્યવાહી કરશે. મુખ્યમંત્રીએ કહ્યુ કે દૂર્ગા પૂજા પહેલા ભાજપના આ કાર્યક્રમને કારણે દૂર્ગા પૂજા બિઝનેસને ઘણુ નુકસાન થયુ છે, તેમણે કહ્યુ, લૉકડાઉનને કારણે છેલ્લા 2 વર્ષથી પૂજાની ખરીદી ઠપ થઇ ગઇ છે. આ બધુ આ વર્ષે શરૂ થયુ છે. મહત્વપૂર્ણ છે કે ભાજપની નબન્ના રેલી દરમિયાન કેટલાક પોલીસ કર્મી અને ભાજપના નેતા ઘાયલ થયા હતા.
Advertisement