કોલકાતા: પશ્ચિમ બંગાળમાં નબન્ના અભિયાનને લઇને વિવાદ થયો છે. આ ભારતીય જનતા પાર્ટીનું અભિયાન છે અને તેને લઇને બંગાળમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોલકાતામાં ભાજપ સતત આ અભિયાનને લઇને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વિરૂદ્ધ પ્રદર્શન કરી રહી છે અને પ્રદર્શન ઉગ્ર બની રહ્યુ છે. સવાલ ઉભો થાય છે કે અંતે નબન્ના અભિયાન શું છે અને ભાજપ કેમ આ અભિયાન ચલાવવા માંગી રહી છે.
Advertisement
Advertisement
આ સાથે જ લોકોના મનમાં સવાલ છે કે અંતે આ નબન્ના શું છે, જેની પર આ અભિયાનનું નામ રાખવામાં આવ્યુ છે, આ અભિયાન સાથે જોડાયેલા સવાલના જવાબ અને સાથે જાણીયે કે આ અભિયાનની શું છે કહાની..
શું છે લેટેસ્ટ અપડેટ?
મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ વિરૂદ્ધ ચલાવવામાં આવી રહેલા આ અભિયાન દરમિયાન કોલકાતામાં કેટલીક અથડામણ થઇ છે. કેટલીક જગ્યાએ પોલીસ દળનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. પ્રદર્શનકારીઓ પર પાણીનો મારો ચલાવીને તેમણે અલગ કરવામાં આવ્યા છે. જ્યારે ભાજપના નેતા સુવેંદુ અધિકારી હાવડાથી સાંતરાગાંછીથી નબાન્ન તરફ વધી રહ્યા હતા તો પોલીસે તેમની અટકાયત કરી હતી. જેનું કારણ આ છે કે પોલીસ ભાજપના કાર્યકર્તાઓને નબન્ના ચલો અભિયાનમાં ભાગ લેવા માટે કોલકાતા જતા રોકી રહી છે. મહત્વપૂર્ણ છે કે પોલીસે ભાજપના નબન્ના ચલો અભિયાનની પરવાનગી આપી નથી.
શું છે નબન્ના?
જો નબન્નાની વાત કરવામાં આવે તો પહેલા બંગાળના સચિવાલય રોયટર્સ બિલ્ડિંગમાં હતી પરંતુ જ્યારે 2011માં મમતા બેનરજી સરકારમાં આવી તો તેમણે હાવડામાં હુબલી નદીના કિનારે બિલ્ડિંગનું સચિવાલય બનાવડાવ્યુ હતુ અને તેને નબન્ના નામ આપ્યુ હતુ. નબનો અર્થ છે નવુ. ભાજપે મમતા સરકારના ભ્રષ્ટાચાર વિરૂદ્ધ પોતાના અભિયાનને નબન્ના ચલો અભિયાન નામ એટલા માટે આપ્યુ કારણ કે તે સચિવાલય પહોચીને વિરોધ પ્રદર્શન કરવા માંગતા હતા.
મહત્વપૂર્ણ છે કે નબન્ના એક બિલ્ડિંગ છે, જે હાવડામાં છે, જેની શરૂઆત વર્ષ 2013માં કરવામાં આવી હતી અને 14 માળની બિલ્ડિંગ છે. અહી સૌથી ઉપરના ફ્લોર પર મુખ્યમંત્રીની ઓફિસ છે અને કહેવામાં આવે છે કે 13માં ફ્લોરમાં ચીફ અને હોમ સેક્રેટરીની ઓફિસ છે. ચોથા અને પાંચમા માળ પર કેટલાક વિભાગ છે.
શું છે નબન્ના અભિયાન?
જો નબન્ના અભિયાનની વાત કરીએ તો ભાજપ પશ્ચિમ બંગાળ સરકાર પર સતત ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહી છે. આ આરોપોને લઇને ભાજપે નબન્ના અભિયાનની શરૂઆત કરી છે, જેના દ્વારા બંગાળ સરકારને ઘેરવાની તૈયારી છે. આ અભિયાનમાં નક્કી કરવામાં આવ્યુ હતુ કે ભાજપના કાર્યકર્તા નબન્ના તરફ કૂચ કરશે. તે બાદ અલગ અલગ રેલી દ્વારા ભાજપના કાર્યકર્તા નબન્ના જઇ રહ્યા હતા.
Advertisement