દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેન્દ્ર-રાજ્ય વિજ્ઞાન સમ્મેલનના ઉદઘાટન સમારંભમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે કહ્યુ કે પીએમ મોદીએ બે દિવસીય સમ્મેલનનું ઉદ્દઘાટન કરીને અમારો ઉત્સાહ વધાર્યો છે. અમે બધા જાણીયે છીએ કે પીએમ મોદીએ નિરંતર વિજ્ઞાનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે જેના પરિણામે આજે દેશના દરેક ઘરમાં ટેકનિક પહોચી ગઇ છે. મહત્વપૂર્ણ છે કે 10-11 સપ્ટેમ્બરે સાયન્સ સિટી અમદાવાદ ખાતે બે દિવસીય કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યુ છે.
Advertisement
Advertisement
વિજ્ઞાન સમ્મેલનના ઉદ્દઘાટન સત્રને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, 21મી સદીના ભારતના વિકાસમાં વિજ્ઞાન ઉર્જાની જેમ છે જેમાં દરેક વિસ્તારના વિકાસને, દરેક રાજ્યના વિકાસને ગતિ આપવાનું સામર્થ્ય છે. આજે જ્યારે ભારત ચોથી ઔધોગિક ક્રાંતિનું નેતૃત્વ કરવા તરફ વધી રહ્યુ છે તો તેમાં ભારતનું સાયન્સ અને આ વિસ્તાર સાથે જોડાયેલા લોકોની ભૂમિકા મહત્વની છે. જ્યારે જ્ઞાન-વિજ્ઞાન સાથે અમારો પરિચય થાય છે ત્યારે સંસારના તમામ સંકટમાંથી મુક્તિનો રસ્તો પોતાની જાતે ખુલી જાય છે. સમાધાન અને નવીનતાનો આધાર વિજ્ઞાન જ છે. આ પ્રેરણાથી આજનું નવુ ભારત, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન સાથે જય અનુસંધાનનું આહવાન કરતા આગળ વધી રહ્યુ છે.
વડાપ્રધાને આગળ કહ્યુ કે જો અમે ગત સદીની શરૂઆત દાયકાને યાદ કરીએ તો દુનિયામાં કઇ રીતની તબાહી અને વિનાશનો સમય ચાલી રહ્યો છે પરંતુ તે સમયમાં પણ વાત પૂર્વની હોય કે પશ્ચિમની, દરેક જગ્યાએ વૈજ્ઞાનિક પોતાની મહાન શોધમાં લાગેલા હતા. પશ્ચિમમાં આઇંસ્ટાઇન, ફર્મી, મૈક્સ પ્લાંક, નીલ્સ બોર, ટેસ્લા જેવા વૈજ્ઞાનિક પોતાના પ્રયોગથી દુનિયાને ચોકાવી રહ્યા હતા, તે સમયમાં સીવી રમન, જગદીશ ચંદ્ર બોસ, સત્યેન્દ્રનાથ બોસ, મેઘનાદ સાહા, એસ ચંદ્રશેખર સહિત કેટલાક વૈજ્ઞાનિક પોત પોતાની નવી શોધ સામે લાવી રહ્યા હતા.
સમારંભને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે અમારી સરકાર વિજ્ઞા આધારિત વિકાસના વિચાર સાથે કામ કરી રહી છે. 2014 બાદથી સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં રોકાણમાં ઘણી વૃદ્ધિ થઇ છે. સરકારના પ્રયાસથી આજે ભારત વૈશ્વિક નવીનતા યાદીમાં 46માં સ્થાન પર છે જ્યારે 2015માં ભારત 81માં નંબર પર હતુ. આ અમૃતકાળમાં ભારતને રિસર્ચ અને ઇનોવેશન ગ્લોબલ સેન્ટર બનાવવા માટે આપણે એક સાથે અનેક મોરચા પર કામ કરવાનું છે. પોતાની સાયન્સ અને ટેકનોલોજી સાથે જોડાયેલી વૈજ્ઞાનિક સંસ્થાઓના નિર્માણ પર વધુ પ્રક્રિયાઓને સરળ કરવા પર ભાર આપવો જોઇએ. રાજ્યમાં જે ઉચ્ચ શિક્ષણની સંસ્થા છે, તેમાં નવતર પ્રયોગશાળાની સંખ્યા પણ વધારવી જોઇએ.
Advertisement