નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’માં એક્ઝામ પ્રેશરને લઇને બાળકોને ટિપ્સ આપી હતી. ગુજરાતની વિદ્યાર્થિની કુમકુમ સોલંકી, ચંદીગઢની મન્નત બાજવા અને દક્ષિણ સિક્કિમની અષ્ટમી સેને વડાપ્રધાનને એક જેવો સવાલ કર્યો હતો. આ ત્રણેય વિદ્યાર્થિનીઓએ પૂછ્યુ કે તમે વિપક્ષ અને મીડિયાની ટિકાનો કેવી રીતે સામનો કરો છો.
Advertisement
Advertisement
આ સવાલના જવાબમાં વડાપ્રધાન મોદીએ હસતા કહ્યુ કે આ આઉટ ઓફ સિલેબસ છે. આગળ તેમણે કહ્યુ કે હું જાણું છું કે તમે મને તેમાં કેમ લપેટ્યો છે, કારણ કે તમારા પરિવારના લોકો પણ આ સાંભળી રહ્યા છે. સવાલનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યુ કે, શુદ્ધિયજ્ઞ. જ્યારે તમે લોકો પરીક્ષા આપીને મિત્ર, પરિવાર કે શિક્ષકો સાથે બેસીને પોતાની પરીક્ષા અંગે ચર્ચા કરો છો અને કોઇ જવાબ ખોટો પડ્યો તો તમે કહો છો કે આ આઉટ ઓફ સિલેબસ છે. આ પણ આઉટ ઓફ સિલેબસ છે પરંતુ હું અંદાજો લગાવી શકુ છુ કે તમે શું કહેવા માંગી રહ્યા છો. જો તમે મને તેમાં ના જોડતા તો તમે સારી રીતે કહી શકતા હતા. તમારા પરિવારના લોકો પણ કાર્યક્રમ સાંભળી રહ્યા છે તો આવુ ખુલીને બોલવામાં ખતરો છે માટે ચતુરાઇથી તમે મને તેમાં લપેટી લો. જ્યા સુધી મારો સવાલ છે મારો એક સિદ્ધાંત છે, હું માનું છું કે સમૃદ્ધ લોકતંત્ર માટે ટિકા એક શુદ્ધિ યજ્ઞ છે. ટિકાનો સમૃદ્ધ લોકતંત્રની પૂર્ણ શરત છે.
તો ટિકાને એક બોક્સમાં નાખી દો
સાથે જ પીએમ મોદીએ ટિકાને લઇને કહ્યુ કે તમારે આ સમજવુ પડશે કે તમારી ટિકા કોણ કરી રહ્યુ છે. જ્યારે કોઇ પોતાની કોઇ વાત પર તમને કઇ કહે છે તો આ ટિકા છે પરંતુ જો કોઇ બીજો કહે છે તો આ ટોકાટોકી છે, તેમણે એક ફેન્સીડ્રેસ કોમ્પીટિશનનું ઉદાહરણ પણ આપ્યુ જેમાં તમારા મિત્ર કેટલાક સકારાત્મક ભાવથી કહે છે તો આ ટિકા છે પરંતુ કોઇ બીજુ બોલે છે તો આ ટોકાટોકી છે.
Advertisement