નવી દિલ્હીઃ યુપીના કાનપુરમાં શનિવારે એક મોટી દુર્ઘટનામાં 26 લોકોના મોત થયા છે. ભક્તોથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં ખાબકી હતી. મળતી માહિતી મુજબ, મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ટ્રોલીમાં લગભગ 50 લોકો હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
કાનપુરમાં ગઈકાલે રાત્રે બે માર્ગ અકસ્માતમાં 31 લોકોના મોત થયા હતા જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. પ્રથમ અકસ્માતમાં, શનિવારે સાધ પોલીસ સ્ટેશન વિસ્તારના ભદેઉના ગામ પાસે મુસાફરોથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડી જતાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા હતા. બીજા અકસ્માતમાં, રસ્તાની બાજુમાં પાર્ક કરેલા વાહનને એક ઝડપી ટ્રકે ટક્કર મારી હતી, જેમાં પાંચ લોકોના મોત થયા હતા અને દસ લોકો ઘાયલ થયા હતા.
ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (DM) વિશાખ જી અય્યરે શનિવારે મોડી રાત્રે જણાવ્યું કે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 26 પર પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે જિલ્લા પ્રશાસનના અધિકારીઓને બચાવ કામગીરી હાથ ધરવા અને પીડિતોને શક્ય તમામ મદદ સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે, “અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ ચાલુ છે.”
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને સવારી માટે ટ્રેક્ટર-ટ્રોલીનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે, જ્યારે સ્થાનિક લોકો અને મૃતકોના સંબંધીઓએ વહીવટીતંત્ર પર તમાશો જોઈને મદદ ન કરવાનો આરોપ લગાવ્યો છે. આ આરોપો વચ્ચે સાધ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ આનંદ કુમાર પાંડેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પોલીસ પ્રશાસન ઈચ્છતુ તો બધા લોકો બચી જતા
કાનપુપમાં થયેલા આ ભયાનક દૂર્ઘટના પછી મૃતકોના પરિજનોએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, દૂર્ઘટના થઇ તેની બાજુંમાં જ પોલીસ પ્રશાસન ઉભું હતું. બગલમાં જ ટ્રેક્ટર પણ હતું, જો તેઓ ઈચ્છતાં તો ટ્રેક્ટરની મદદદથી તળાવમાં પલટી ગયેલી શ્રદ્ધાળુઓની ટ્રોલીને સીધી કરવામાં આવી શકી હોત અને બધા લોકો બચી જતા. પરંતુ પ્રશાસન જોતું રહ્યું, તેમને ત્યાં કંઈ જ કર્યું નહીં.
Advertisement