જમ્મુ-કાશ્મીરની એક નાની બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં બાળકી વડાપ્રધાન મોદીને તેની શાળા બનાવવાની અપીલ કરતી જોવા મળે છે. વીડિયોમાં બાળકી વડાપ્રધાન મોદીને કહી રહી છે કે તમે બધાને સાંભળો છો, મારી પણ વાત સાંભળો. મારી શાળાનું નિર્માણ કરાવો. આ છોકરીનું નામ છે સીરત નાઝ અને કઠુઆ જિલ્લાના લોહાઈ મલ્હારની સરકારી હાઈસ્કૂલની હાલત બતાવીને તે પીએમ મોદી પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાની માંગ કરી રહી છે.
Advertisement
Advertisement
યુવતીએ પીએમ મોદીને અપીલ કરી
વિડિયોમાં શાળાના નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બતાવતા છોકરી પીએમ મોદીને વિનંતી કરે છે કે તેણીને સાંભળો અને એક સારી શાળા બનાવો જેથી વિદ્યાર્થીઓ યોગ્ય રીતે અભ્યાસ કરી શકે. તે તૂટેલુ ભોંયતળીયું અને દીવાલ બતાવે છે અને કહે છે કે તેને જમીન પર બેસવું પડે છે જેના કારણે તેનો ડ્રેસ ગંદો થઈ જાય છે અને તેની માતા તેના પર ગુસ્સો કરે છે.
“તમે બધાની સાંભળો છો મારી પણ સાંભળો”
ફેસબુક પર માર્મિક ન્યૂઝ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં યુવતી પીએમ મોદીને હિન્દીમાં કહી રહી છે, “મારું નામ સીરત નાઝ છે અને હું લોહાઈ-મલ્હારમાં રહું છું. હું તમને એક વાત કહેવા માંગુ છું કે હું સરકારી હાઈસ્કૂલમાં ભણું છું. તમે બધાની વાત સાંભળો છો, હવે મારી પણ સાંભળો. મોદીજી, આ અમારી શાળા છે. ફ્લોર ખૂબ ગંદો થઈ ગયો છે અને અમને અહીં બેસાડવામાં આવે છે. કૃપા કરીને અમારા માટે એક સારી શાળા બનાવો.” આ સાથે બાળકીએ નિર્માણાધીન બિલ્ડીંગ બતાવી જણાવ્યું હતું કે તે અમારા માટે બનાવવામાં આવી રહી છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી આ રીતે પડી રહી છે.
https://www.facebook.com/JaiDuggarPradesh/videos/906273687247632/
Advertisement