Year Ender 2022: તમામ યાદો સાથે વર્ષ 2022 જઇ રહ્યુ છે. નવુ વર્ષ 2023, નવી આશા સાથે શરૂ થશે પરંતુ જો વર્ષ 2022ના પાના પલટીને જોઇએ તો આ વર્ષે આપણને કેટલીક સિદ્ધિ જોવા મળી. ભારતની 5 મોટી સિદ્ધિ વિશે આપણે જાણીયે જેમણે દેશનું માત્ર માન જ ના વધાર્યુ પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની અલગ ઓળખ પણ બનાવી.
Advertisement
Advertisement
G20ની અધ્યક્ષતા
ભારત 1 ડિસેમ્બર 2022થી 30 નવેમ્બર 2023 સુધી G20ની અધ્યક્ષતા કરી રહ્યુ છે. ભારતમાં G20 સબંધિત બેઠકોની શરૂઆત થઇ ગઇ છે. સભ્ય દેશના પ્રતિનિધિ ભારતના નેતૃત્વમાં માત્ર પોતાની સમસ્યાઓના નિવારણ પર ચર્ચા કરશે અને ભારતની સાંસ્કૃતિક, ઐતિહાસિક અને તમામ ગતિવિધિથી પરિચિત થશે. વૈશ્વિક મુદ્દા જેમાં ચર્ચા માટે G20ના સભ્ય દેશના પ્રતિનિધિ ભારતનો પ્રવાસ કરશે. આ પ્રથમ વખત છે કે G20ની બેઠક ભારતમાં યોજાઇ રહી છે અને 200થી વધુ બેઠક 50થી વધુ શહેરમાં યોજાવાની છે. ગ્રુપ ઓફ ટ્વેટી (G20) આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગનો મુખ્ય સ્ટેજ છે. આ તમામ મુખ્ય આંતરરાષ્ટ્રીય આર્થિક મુદ્દા પર વૈશ્વિક સંરચના અને અધિશાસન નિર્ધારિત કરવા તથા તેને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
5Gની શરૂઆત
વર્ષ 2022 ભારતમાં ટેલીકૉમ સેક્ટર માટે સારૂ રહ્યુ. જ્યા એક તરફ પીએમ મોદીએ દેશમાં 5G સર્વિસની શરૂઆત કરી જ્યારે બીજી તરફ 8મી સ્પેક્ટ્રમ હરાજીમાં અત્યાર સુધીનું સૌથી વધુ કમાણી થઇ. દેશભરના 50 શહેરમાં અત્યાર સુધી 5G સેવા શરૂ થઇ ચુકી છે. ટેલીકૉમ સર્વિસ પ્રોવાઇડર્સે ઓક્ટોબરથી સેવા શરૂ કરી દીધી છે. 5જી સેવા ગ્રાહકોને 4જીની તુલનામાં 10 ગણુ વધુ ઇન્ટરનેટ સેવા આપવામાં સક્ષમ છે. 5જી આવનારા સમયમાં ભારતની પ્રતિષ્ઠા, પ્રોફાઇલ અને શક્તિને વૈશ્વિક સ્તર પર એટલુ વધારશે જેટલુ પહેલા ક્યારેય વધ્યુ નથી. આજની ઝડપથી બદલાતી દુનિયામાં ભારતને ટોપ પર લાવવા માટે 5જી જેવી સર્વિસની જરૂર હતી. ભારત પર 5જીનું કુલ મળીને આર્થિક પ્રભાવ 2035 સુધી 450 બિલિયન ડૉલર સુધી પહોચવાની આશા છે.
વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા
વર્ષ 2022 ભારત માટે એટલા માટે પણ મહત્વનું છે કે આ દરમિયાન જ્યારે આખી દુનિયા મંદીની ઝપટમાં હતી ત્યારે એક છેડે ભારત વિશ્વની સૌથી મોટી પાંચમી અર્થવ્યવસ્થાના રૂપમાં ઉભુ થઇ ગયુ. ભારતે આખા વિશ્વને પોતાની તાકાતનો અનુભવ કરાવ્યો. હવે આગામી કેટલાક વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની રાહ પર આગળ થઇ રહ્યુ છે, જેનાથી વિશ્વ પર દબાણ વધ્યુ છે કે તે ભારતને યૂએનએસસીનો સ્થાયી સભ્ય બનાવે.
દેશનું પ્રથમ પ્રાઇવેટ રૉકેટ
18 નવેમ્બરે આખા દેશે સ્પેસ સેક્ટરમાં એક નવો ઇતિહાસ બનતા જોયો. આ દિવસે ભારતે પોતાના પ્રથમ એવા રૉકેટને અવકાશમાં મોકલ્યો જેને ભારતના પ્રાઇવેટ સેક્ટરે ડિઝાઇન અને તૈયાર કર્યુ હતુ. આ રૉકેટનું નામ- ‘વિક્રમ-એસ’. છે. શ્રી હરિકોટાથી સ્વદેશી સ્પેસ સ્ટાર્ટઅપના આ પ્રથમ રૉકેટે જેવી જ ઐતિહાસિક ઉડાન ભરી, દરેક ભારતીયનું માથુ ગર્વથી ઉંચુ થઇ ગયુ હતુ. આ સાથે જ ભારતમાં અવકાશ ટેકનિક મામલે પ્રાઇવેટ રૉકેટ કંપનીઓના પ્રવેશની શરૂઆત થઇ ગઇ છે. ભારત હવે તે પસંદગીના દેશમાં સામેલ થઇ ગયુ છે જ્યા પ્રાઇવેટ કંપની પણ પોતાના રૉકેટ લૉન્ચ કરે છે.
પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ
આઝાદી પછી પ્રથમ વખત દેશમાં આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ બન્યા હતા. ખાસ વાત આ પણ છે કે તે દેશના એવા પ્રથમ રાષ્ટ્રપતિ પણ છે જેમનો જન્મ આઝાદ ભારતમાં થયો છે. દ્રૌપદી મૂર્મુએ 25 જુલાઇ 2022માં 15માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. દ્રૌપદી મૂર્મુએ વર્ષ 1997માં રાયરંગપુર મહાનગરમાં એક કાઉન્સિલરના રૂપમાં રાજકીય જીવનની શરૂઆત કરી હતી. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ- રાષ્ટ્રપતિ પદ સુધી પહોચવુ, મારી વ્યક્તિગત સિદ્ધિ નથી, આ ભારતના દરેક ગરીબની સિદ્ધિ છે. મારી પસંદગી આ વાતનો પુરાવો છે કે ભારતમાં ગરીબ સપના જોઇ પણ શકે છે અને તેને પુરા પણ કરી શકે છે.
Advertisement