મુંબઇ (Yakub Memon Case) : 1993 મુંબઇ બોમ્બ વિસ્ફોટમાં દોષી યાકૂબ મેમણની કબરને લઇને મહારાષ્ટ્રમાં રાજકીય સંગ્રામ શરૂ થયો છે. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની ઉદ્વવ ઠાકરે સરકાર પર કબરને મજારમાં બદલવા અને સૌદર્યીકરણના આરોપ લગાવ્યા છે. સાથે જ પાર્ટીએ મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં સામેલ NCP અને કોંગ્રેસ પાસે માફીની પણ માંગ કરી છે.
Advertisement
Advertisement
ભાજપના નેતા રામ કદમે ટ્વીટ કર્યુ, ‘ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા, તે કાળમાં મુંબઇમાં પાકિસ્તાનના ઇશારા પર 1993માં બોમ્બ કાંડ કરનારા ખૂંખાર આતંકવાદી યાકૂબ મેમણની કબર મઝારમાં બદલાઇ ગઇ, આ જ છે તેમનો મુંબઇ સાથે પ્રેમ, આ તેમની દેશભક્તિ? ઉદ્ધવ ઠાકરે સહિત શરદ પવાર તથા રાહુલ ગાંધી મુંબઇની જનતાની માફી માંગે.
याकूब मेमन
कबर befor and after ,
Its because of Udhav‘s blessings ? Or his mumbai love ? pic.twitter.com/JLV36Ng7TP
— Ram Kadam (@ramkadam) September 7, 2022
સાથે જ તેમણે ટ્વીટ દ્વારા કબરની બે તસવીર પણ શેર કરી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે. પહેલા મજાર કઇ રીતે દેખાતી હતી પરંતુ હવે કેવી રીતે જોવા મળી રહી છે. કદમ તરફથી શેર કરવામાં આવેલી તસવીર અનુસાર, નવી તસવીરમાં કબર પર માર્બલ અને લાઇટ્સ જોવા મળી રહી છે. જ્યારે જૂની તસવીર તેનાથી અલગ છે.
એક ચેનલ સાથે વાતચીતમાં તેમણે આ ઘટનામાં કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે, તેમણે કહ્યુ, બદલાયેલી સરકારમાં આતંકવાદીની જગ્યા જે હોવી જોઇએ તે જગ્યા બતાવવામાં આવશે. મેમણને 30 જુલાઇ 2015માં નાગપુર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી, તેના ભાઇ ટાઇગર મેમણ પણ બોમ્બ વિસ્ફોટમાં મુખ્ય આરોપી છે.
ક્યા દફન છે યાકૂબ મેમણ
યાકૂબ મેમણને મુંબઇના બડા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, જામા મસ્જિદના ચેરમેને આ વાતનો સ્વીકાર કર્યો છે કે કબરને સજાવવામાં આવી હતી પરંતુ એમ પણ જણાવ્યુ છે કે આમ કરવા માટે યાકૂબની કબર માટે કોઇ અલગથી પરવાનગી આપવામાં આવી નહતી.
Advertisement