તેલંગાણા : તેલંગાણાની સત્તા પર રહેલ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) હવે તેલંગાણા અને આંધ્ર પ્રદેશથી બહાર નિકળીને રાષ્ટ્રીય પાર્ટી બનવાનું સ્વપ્ન જોઇ રહી છે.
Advertisement
Advertisement
તે માટે મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ દ્વારા બુધવાર એટલે દશેરાના અવસરે રાષ્ટ્રીય પાર્ટી લોન્ચ કરી હતી. આની ખુશીમાં TRCના એક નેતાએ મંગળવારે પોતાના વિસ્તારના લોકોને લાઇનમાં લગાવીને ફ્રિ દારૂ અને એક મુરઘી આપી હતી. તે પછી તેમની ટીકા થઇ રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે વીડિયો
TRS નેતા દ્વારા મુરઘી અને દારૂ વહેંચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં નેતાને દારૂ અને મુરઘી વહેંચવાની સાથે તેને લેવા માટે લોકોની લાંબી લાઇન લાગી હોવાનું પણ દેખાઇ રહ્યું છે.
#WATCH | TRS leader Rajanala Srihari distributes liquor bottles and chicken to locals ahead of Telangana CM KC Rao launching a national party tomorrow, in Warangal pic.twitter.com/4tfUsPgfNU
— ANI (@ANI) October 4, 2022
રાષ્ટ્રીય પક્ષની જાહેરાત તેલંગાણાના વિકાસ તરફ દોરી જશે- શ્રીહરિ
ટીઆરએસ નેતા શ્રીહરિએ કહ્યું કે તેઓ મુખ્ય પ્રધાન રાવના રાષ્ટ્રીય પાર્ટીની રચના કરવાના નિર્ણયથી ખૂબ ખુશ છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં તેલંગાણા રાજ્યનો વધુ વિકાસ થશે અને તેઓ રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની આગવી ઓળખ બનાવશે.
તેમણે કહ્યું કે બુધવારે મુખ્યમંત્રીને વડાપ્રધાન બનાવવા અને રાષ્ટ્રીય સ્તરે પાર્ટીની સફળતા માટે વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવશે. જણાવી દઈએ કે મુખ્યમંત્રી રાવ પહેલા જ વિપક્ષને એક કરવાનો ઈરાદો વ્યક્ત કરી ચૂક્યા છે.
Advertisement