નવી દિલ્હી: દેશના જાણીતા સીનિયર વકીલ પૂર્વ સોલિસિટર જનરલ અને ગૌતમ અદાણીના વકીલ હરીશ સાલ્વેએ મુશ્કેલીનો સામનો કરી રહેલા અદાણીનો બચાવ કર્યો છે. સાલ્વેએ કહ્યુ કે દુનિયામાં ભારતીય ઉદ્યોગપતિઓના વધતા વર્ચસ્વથી કોઇ ખુશ નથી. એક સમય હતો જ્યારે બ્રિટિશ ઉદ્યોગપતિઓને દેશમાં રોકાણ કરવા વિનંતી કરતા હતા. હવે બ્રિટિશ સરકાર ભારતીય ઉદ્યોગપતિઓને આજીજી કરી રહ્યું છે. સાલ્વેએ અદાણી પર રિસર્ચ પ્રકાશિત કરનારા હિંડનરબર્ગ પર પણ સવાલ ઉઠાવ્યા છે.
Advertisement
Advertisement
ભારતીય ઉદ્યોગપતિઓના પ્રભાવથી વિશ્વ બળી રહ્યું છે!
ભારતના નંબર વન વકીલોમાંના એક અને દેશના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વેએ એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે વિશ્વમાં ભારતીય ઉદ્યોગપતિઓના વધતા પ્રભાવથી કોઈ ખુશ નથી. આ પણ વિશ્વમાં ભારતીય ઉદ્યોગપતિઓની વધતી જતી સ્થિતિનું પરિણામ છે. સાલ્વેએ કહ્યુ કે ગૌતમ અદાણઈ પરના આરોપો ભારત અને ભારતીયો પર હુમલો છે, તેમણે કહ્યુ કે અદાણીની મોટાભાગની સંપત્તિ નિયમ અને કાયદાથી બંધાયેલી છે.
અદાણીના બચાવમાં આપ્યુ તર્ક
હરીશ સાલ્વેએ કહ્યું કે તમારી આવકનો અંદાજ લગાવી શકાય છે કારણ કે તમારી પાસે ટેરિફ ફિક્સ કરવા માટે રેગ્યુલેટર છે. તમે કદાચ પુષ્કળ સંપત્તિનું સર્જન ન કરી શકો પરંતુ તમારી પાસે ચોક્કસપણે બાંયધરીકૃત આવક હશે કારણ કે કેટલાક ઇન્ફ્રા એવા છે કે જેમાં કંપનીનો એકાધિકાર છે. કંપનીનું કેટલુક રોકાણ ભારતના મજબૂત એકમ એવા સિમેન્ટ સેક્ટરમાં છે, તેમણે કહ્યુ કે અદાણી ગ્રુપની મોટાભાગની કંપનીઓ લિસ્ટેડ છે, તેના તમામ રેકોર્ડ લોકોની વચ્ચે છે. હવે આમાં કઇક છુપાવ્યુ છે તો તે બકવાસ છે.
બેંકોની લોન પર દલીલ કરી
પૂર્વ સોલિસિટર જનરલે કહ્યુ કે ભારતીય બેન્ક યોગ્ય તપાસ વગર કોઇ પણ કંપનીને લોન આપતી નથી. સાલ્વેએ દાવો કર્યો હતો કે એવી કોઇ કંપની નથી કે જેની પાસે બેલેન્સ શીટ ના હોય, તેમણે કહ્યુ કે જો કોઇ કંપની લિસ્ટેડ હોય અને અન્ય દેશમાં પણ તેની શાખા હોય તો તે બધું જ દેખાય છે. જો અદાણી લિસ્ટેડ કંપનીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શેર ધરાવે છે તો તેમણે જાહેર કરવાની જરૂર છે. અહી કંઇ પણ છુપાવવું જોઇએ નહી.
હિંડનબર્ગ રિસર્ચ પર સાલ્વેના પ્રહાર
હરીશ સાલ્વેએ યુએસ સ્થિત ફર્મ હિંડનબર્ગ રિસર્ચ પર પણ પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે હિંડનબર્ગ કહે છે કે તે શોર્ટિંગ ફર્મ છે. આ તે રસ્તો છે જેના દ્વારા લોકો પૈસા કમાવવા માટે કામ કરે છે. આ જ કંપની અદાણી પર આ આરોપો લગાવી રહી છે.
સાલ્વેએ એમ પણ કહ્યું કે ભારતમાં હિંડનબર્ગ જેવી કંપનીઓ સામે કાનૂની કાર્યવાહી કરવાનો કોઈ નિયમ નથી. તેમણે કહ્યું કે આપણા દેશમાં હિંડનબર્ગ જેવી કંપનીઓ સામે કાનૂની કાર્યવાહી કરવાનો કોઈ કાયદો નથી. જો અદાણી પોતાના નુકશાન માટે હિન્ડેનબર્ગ પર કેસ કરે તો તેમના પૌત્રોએ આ કેસ લડવો પડશે.
Advertisement