નવી દિલ્હી: ઇન્ટરપોલની બેઠકમાં સામેલ થવા ભારત આવેલા પાકિસ્તાનના અધિકારીને દાઉદ ઇબ્રાહિમ અને લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સઇદનું નામ સાંભળીને જ બોલતી બંધ થઇ ગઇ હતી અને તે પોતાની સીટ પકડીને બેસી ગયા હતા. પાકિસ્તાનની સૌથી મોટી તપાસ એજન્સી ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના ડિરેક્ટર જનરલ મોહસિન બટને જ્યારે મીડિયા કર્મીઓએ સવાલ કરવા માંગ્યો તો પહેલા બોલવાનો ઇનકાર કરવા લાગ્યા હતા. જોકે, પત્રકારે તેમણે પૂછી લીધુ કે પાકિસ્તાન ક્યારે દાઉદ અને આતંકી હાફિઝ સઇદને ભારતને સોપશે. જેની પર પાકિસ્તાનના અધિકારીના મોઢા બંધ થઇ ગયા હતા.
Advertisement
Advertisement
પત્રકારે કહ્યુ, મારો એક સવાલ છે, તે બાદ મોહસિન બટ હાથ હલાવીને બોલવાનો ઇનકાર કરવા લાગ્યા હતા. પત્રકારે કહ્યુ, તમે માત્ર સવાલ સાંભળી લો, મરજી હોય તો જવાબ આપજો. શું ભારત સાથે સબંધ આગળ વધશે? હાફિઝ સઇદ અને દાઉદ ઇબ્રાહિમ ભારતમાં મોસ્ટ વૉન્ટેડ છે શું તમે ભારતને સોપશો? તેની પર મોહસિન પોતાના મોઢા પર આંગળી રાખતા જોવા મળ્યા હતા અને પછી સવાલને નજરઅંદાજ કરીને બેસી ગયા હતા.
#WATCH | Pakistan's director-general of the Federal Investigation Agency (FIA) Mohsin Butt, attending the Interpol conference in Delhi, refuses to answer when asked if they will handover underworld don Dawood Ibrahim & Lashkar-e-Taiba chief Hafiz Saeed to India. pic.twitter.com/GRKQWvPNA1
— ANI (@ANI) October 18, 2022
મહત્વપૂર્ણ છે કે ઇન્ટરપોલની 90મી મહાસભા આ વખતે ભારતમાં યોજાઇ રહી છે, જેનું આયોજન 25 વર્ષ પછી દિલ્હીના પ્રગતિ મેદાનમાં કરવામાં આવ્યુ છે. જેમાં 195 દેશના પ્રતિનિધિ ભાગ લઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન સાથે જ આ મહાસભાની શરૂઆત થઇ હતી. સમાપણ ભાષણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે.
શું છે ઇન્ટરપોલ?
વિશ્વભરમાં ગુનાઓ પર લગામ કસવા માટે 1923માં આ સંગઠનની રચના કરવામાં આવી હતી. આ એક આંતરરાષ્ટ્રીય પોલીસ સંગઠન છે, જેની સ્થાપના ઓસ્ટ્રિયાના વિએનામાં થઇ હતી. 195 દેશ તેના સભ્ય છે. દરેક દેશની સરકાર ટ્રેનિંગ પોલીસ અધિકારીઓને તેમાં મોકલે છે. ગત વખતે 1997માં ભારતમાં ઇન્ટરપોલની મહાસભા થઇ હતી. ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ પ્રસંગે તેનું આયોજન દિલ્હીમાં થઇ રહ્યુ છે.
Advertisement