બેંગલુરૂ: રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કર્ણાટકમાં છે અને હવે સોનિયા ગાંધી પણ તેમાં સામેલ થયા છે. ગુરૂવારે કર્ણાટકના માંડ્યા જિલ્લામાં સોનિયા ગાંધીની આ યાત્રામાં સામેલ થયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વચ્ચે એક સારી બોન્ડિંગ જોવા મળી હતી. માંના જૂતા બાંધવાથી લઇને કેટલાક પ્રસંગે રાહુલ ગાંધીની એક કેયરિંગ છબી બનાવવાનો પ્રયાસ પણ કર્યો છે. જોકે, માનવામાં આવી રહ્યુ છે કે કોંગ્રેસની કર્ણાટકમાં જે યાત્રા ચાલી રહી છે, તેમનો મુખ્ય ફોકસ તે 60 સીટો પર છે, જ્યા વોક્કાલિગા સમુદાયના લોકોની સારી એવી વસ્તી છે. આ યાત્રા આ વિસ્તારમાંથી પસાર થઇ રહી છે. કોંગ્રેસનો ‘પ્લાન 60’
Advertisement
Advertisement
માંડ્યા અને તેની આસપાસના 6 જિલ્લામાં આ સમુદાયની સારી એવી વસ્તી છે. વોક્કાલિગા વોટરો પર કોંગ્રેસ સિવાય જેડીએસ અને ભાજપ પણ દાવેદારી નોંધાવતા રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર અને તેમના ભાઇને એક વખત ફરી ઇડીની નોટિસ મળતા માહોલ ગરમાઇ ગયો છે. ગુરૂવાર સવારે સોનિયા અને રાહુલ ગાંધી હેલિકોપ્ટરથી માંડ્યા પહોચ્યા હતા. આ દરમિયાન 2 કિલોમીટર સુધી સોનિયા ગાંધી ખરાબ સ્વાસ્થ્ય છતા પણ ચાલતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી આ વચ્ચે તેમનું ધ્યાન રાખતા જોવા મળ્યા હતા. કેટલાક અંતર સુધી યાત્રામાં સાથે રહ્યા બાદ સોનિયા ગાંધી નીકળી ગયા હતા અને રાહુલ ગાંધી યાત્રા સાથે આગળ વધી ગયા હતા.
કોંગ્રેસીઓમાં ઉત્સાહ, કહ્યુ- વિજયાદશમી પછી થશે વિજય
આ પુરી યાત્રાથી કર્ણાટકમાં કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસીઓને લાગી રહ્યુ છે કે જે રીતે લોકો યાત્રામાં મોટા પાયે પહોચી રહ્યા છે, તેનાથી પાર્ટીની સંભાવના વધી ગઇ છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યુ, વિજયાદશમી પછી કર્ણાટકમાં વિજય થશે. અમને ગર્વ છે કે સોનિયા ગાંધી અહી આવ્યા અને યાત્રામાં ભાગ લીધો હતો. કર્ણાટકની ગલીમાં યાત્રા કરી હતી. અમે કર્ણાટકમાં સત્તામાં પરત આવી રહ્યા છીએ અને ભાજપની દુકાન બંધ થઇ જશે. મહત્વપૂર્ણ છે કે કર્ણાટકમાં કોંગ્રેસની યાત્રા ચામરાજનગર, મૈસૂર, માંડ્યા, તુમકુર, ચિત્રદુર્ગ, રાયચૂર અને બેલ્લારી થઇને નીકળવાની છે.
આ પણ વાંચો: કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીઃ ચેન્નાઈમાં શશિ થરૂરને ફટકો, 700માંથી માત્ર 12 પ્રતિનિધિઓ જ આવ્યા બેઠકમાં
ડીકે શિવકુમાર માટે પણ મહત્વનો છે આ વિસ્તાર
આ તમામ જિલ્લામાં વોક્કાલિંગા સમુદાયની સારી વસ્તી છે. અહી કુલ 60 વિધાનસભા બેઠક આવે છે, જેમની પર કોંગ્રેસ ફોકસ કરી રહી છે. લિંગાયતો વચ્ચે ભાજપની સારી પેઠ રહી છે. એવામાં વોક્કાલિગાને કોંગ્રેસ પોતાના પક્ષમાં લાવવા માંગે છે. કોંગ્રેસની અહી કેવી તૈયારી છે, તેને આ વાતથી સમજી શકાય છે કે પ્રિયંકા ગાંધી પમ યાત્રામાં સામેલ થવાના છે. આ વિસ્તાર ડીકે શિવકુમાર માટે પણ મહત્વ છે, તેમના સમર્થકોનું માનવુ છે કે અહીથી સારી જીત મળે છે તો પછી ડીકે શિવકુમારની સીએમ પદને લઇને દાવેદારી મજબૂત થઇ જશે. કોંગ્રેસનો ‘પ્લાન 60’
Advertisement