વિદેશમાં અભ્યાસનું સપનું જોતાં પહેલા ચેતી જજોઃ અભ્યાસ, રહેવું, જમવું અને અન્ય ખર્ચાઓમાં 14થી 25 ટકાનો વધારો
Advertisement
Advertisement
ભારતીયો માટે વધુ વિઝા સ્લોટ્સ ઓપન કર્યા બાદ અમેરિકાએ આ વર્ષે 10 લાખ ભારતીયોને વિઝા ઈશ્યૂ કરવાની જાહેરાત કરી છે. પરંતુ અમેરિકા કે વિશ્વના વિવિધ દેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવનાર વિદ્યાર્થીઓએ થોડું સાવચેત થઈ જવાની જરુર છે. કોરોના મહામારીને કારણે વિશ્વ મોંઘવારી અને હેલ્થ સેક્ટરમાં મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે જેના પરિણામે વિદેશમાં ફરવું, ભણવું અને રહેવું અતિ ખર્ચાળ બની ગયું છે.
ભારતીય રુપિયા સામે ડોલર સતત મજબૂત થવાને કારણે વિદ્યાર્થીઓની ટ્યુશન ફીમાં 14થી 25 ટકાનો વધારો થઈ ગયો છે. આ ઉપરાંત રહેવા, ખાવા અને અન્ય જરુરી ખર્ચાઓમાં પણ તોતિંગ વધારો થયો છે.
સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના રિપોર્ટ અનુસાર છેલ્લા વર્ષ દરમિયાન 14 ટકા જેટલી એજ્યુકેશન લોનમાં વધારો નોંધાયો છે, મોટાભાગે વિદેશ અભ્યાસની લોન વધી છે. 283 કરોડની લોન અપાઈ હોવાનું જણાવાયું છે.
ફ્લાઈટ ટિકિટ, ટ્યુશન ફી, રહેવાનો ખર્ચ, ભોજન ખર્ચ અને એક્સ્ટ્રા એક્સ્પેન્સ એટલા બધા વધી ગયા છે કે વિદ્યાર્થીઓ અને તેમના પેરેન્ટ્સ અનેક દુવિધાઓનો સામનો કરી રહ્યા છે.
હાલ જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે તેઓ જણાવ્યું કે છેલ્લા થોડા વર્ષમાં ભારતીય રુપિયા સામે ડોલર 11 ટકા જેટલો વધ્યો છે. જેના પરિણામે ભારતમાં રહેતા અમારા પેરેન્ટ્સ આવનારા ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ નથી.
Advertisement